Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

આટકોટમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવા માંગણી

જસદણ તા.રરઃ આટકોની હોસ્પિટલને સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવા માંગ થઇ છે.

જસદણ તાલુકાના આટકોટ ગામમાં વર્ષોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પરંતુ હાલ આટકોટ ગામ વિસ્તારની સાથે મોટા હાઇવે સાથે જોડાયેલું છે ત્યારે તેને સરકારે ઉચ્ચ આરોગ્ય સેવામાં વધારો કરવા સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવો જોઇએ.

(10:16 am IST)