Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ભાણવડમાં સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતના પ્રશ્નો ન ઉકેલાતા ભારે રોષ

ભાણવડ તા.રરઃ રણજીત પરાના વાછરા ડાડા ચોકથી વિકાસ રોડ પરની તેમજ સમગ્ર શિવ નગરની સ્ટ્રીટ લાઇટો લગભગ એકાંતરે બે દિવસે આખી રાત બંધ રહે છે જે અંગે આ વિસ્તારના જાગૃત નાગરિકોએ સભ્યોને, નગરપાલિકાના જવાબદાર વિભાગને તેમજ કર્મચારીઓને વારંવાર રજુઆત કરી હોવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકયું નથી. અને રાત-રાત ભર અંધારપટ છવાયેલો રહેવાનો સીલસીલો યથાવત રહયો છે. પાલિકા ટેકનિકલ સ્ટાફને આ અંગે પુછપરછ કરવામાં આવતા એવું જણાવવામાં આવેલ કે, ઘોડો આપમેળે પડી જવા જેવો સામાન્ય છે પરંતુ પાલિકાના સતાવાહકો અને ખાસ કરીને હોદ્દેદારોએ મચાવેલા નિજસ્વાર્થના ઘમાસાણને કારણે આ સામાન્ય પ્રશ્ન છેલ્લા આશરે બે માસથી ઉકેલાતો નથી.

વોર્ડ.નં.પના તકિયા પાડાની છે જયાં લાંબા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા છે તેમાયે છેલ્લા છ માસના સમયમાં તો આ સમસ્યાએ ગંભીર સ્વરૂપ લઇ લીધેલું છે. ભૂગર્ભ ગટરોના  પાણી ઉથલો મારી હાઉસ કનેકશનો વાટે રીવર્સ ઘરોમાં ઘુસી રહયા છે. અનેક લોકોની રજુઆતો બાદ પાલિકાતંત્રએ આ અંગે નિરીક્ષણ કરેલ જે આશ્ચર્યજનક રીતે હજુ નિરીક્ષણ કક્ષાએથી આગળ જ વધ્યું નથી અને ગટરો ઉભરાવાની શિરદર્દ સમી સમસ્યા જેમની તેમ છે.

એક સમયે સંપીને નિર્ણયો કરતા હોદ્દેદારો અત્યારે એકબીજા પર કિચડ ઉછાળી રહયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

(10:15 am IST)