Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જામનગરનો શિક્ષક સટ્ટાના રવાડે ચડ્યો :30 લાખ હારી જતા પત્ની પાસે 10 લાખના દહેજની માંગણી :ફરિયાદ

જિલ્લા [પંચાયતની પર,શાળાના શિક્ષિકા પરિતાબેને શિક્ષક પતિ અરવિંદ કાવર સામે ફરિયાદ નોંધાવી

જામનગર ;જામનગરના એક શિક્ષક સટ્ટાના રવાડે ચડી અને તેમાં 30 લાખ હારી જતા શિક્ષિકા પત્ની પાસે 10 લાખની માંગણી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે

આ અંગેની વિગત જીલ્લા પંચાયતના તાબા હેઠળની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરીતાબેન કાવર નામની મહિલા શિક્ષિકાએ જામનગર ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેના પતિ અરવિંદ કાવર શિક્ષક છે જે સટ્ટાના રવાડે ચડી જતા ૩૦ લાખની રકમ હારી ગયો હોવાથી અને તેણે પત્નીને માવતરેથી ૧૦ લાખ રૂપિયા દહેજ લાવવા દબાણ કર્યું હતું અને આરોપી પતિએ પત્ની અને બે બાળકોનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી શિક્ષિકા પત્ની માવતરે કે ફરજના સ્થળ પર જાય ત્યાં પણ મિત્રો મારફત તેની પાછળ રેકી કરતો હતો અને ત્રાસ આપતો હતો. તો વળી આરોપી પતિના મામાનો દિકરો પોલીસપુત્ર હોવાથી ફરિયાદી સામે ખોટા કેસો પણ કરાવી રહ્યા છે.

   કોર્ટ સમક્ષ ફરિયાદમાં ફરિયાદી પત્નીએ વધુ આપવીતી જણાવી હતી કે,તે હાલ અલગ રહેતી હોઈ તેના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપીઓ મોબાઈલ ફોન ચોરી કરી ગયા છે આ બાબતે અદાલતે પોલીસ રિપોર્ટ મંગાવ્યો અને કેસના સંજોગો અને હકીકતોને ધ્યાને લઈને દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩-૪ તેમજ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮ એ હેઠળ આરોપી અરવિંદ લવજી કાવર, વિનોદ ગોરધન સેરસીયા અને અરવિંદના મામાના દિકરા સામે નોંધાવેલી ફરિયાદમાં સીઆરપીસી કલમ ૨૦૨ મુજબ ઇન્ક્વાયરી કરવા જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનને આદેશ કરવામાં આવ્યો છે અને અદાલતના આદેશને પગલે પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

(11:45 pm IST)