Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ઉપલેટા -પાટણવાવની મજબૂતાઇ વધારવા માટે ૬ાા કરોડ ખર્ચાશે

ગાંધીનગર, તા. રરઃ  રાજકોટ જિલ્લાના ઉપલેટા-પાટણવાવ રોડની મજબુતી કરણની કામગીરી અંગે ભાજપના ગોવિંદભાઇ  પટેલના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧-૧૮ ની સ્થિતિએ રાજકોટ જિલ્લામાંથી પસાર થતા આ રોડના મજબૂતીકરણ કરવાનું રાજય સરકારે આયોજન કરેલ છે. આ અયોાજન પાછળ અંદાજિત રૂ. ૬પ૦ લાખનતો ખર્ચ થવાનો અંદાજ છે. અને તે માટે આયોજન કરવામાં આવેલ છે. હાલમાં આ કાર્ય પ્રગતિમાં છે.

પ્રજાને ઉપયોગી તમામ કાર્યો માટે રાજય સરકાર હંમેશા તૈયાર જ હોય કયાંય ક્ષત્રિ હોય તો વિપક્ષના કે સત્તાધારી પક્ષના કોઇપણ સભ્ય ધ્યાન દોરશે તો ચોક્કસ ધ્યાન આપવામાં આવશે.

(3:58 pm IST)