Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

દ્વારકા જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ, પણ ચૂકવણું બાકી!!

વિક્રમ માડમ દ્વારા કૃષિમંત્રી સમક્ષ રજૂઆત

જામનગર તા.૨૨: દ્વારકા જિલ્લાના ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનું ચુકવણુ તાત્કાલીક કરવા મુદ્દે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે કૃષિ મંત્રી સમક્ષ રજુઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે, દ્વારકા જિલ્લાના ખેડુતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદેલ છે, પરંતુ હજુ સુધી ચુકવણું કરવાનું બાકી છે, આપવું જરૂરી છે

ઉપરાંત એવુ પણ ઉમેર્યુ છે કે, દ્વારકા જિલ્લાના ઘણા ખેડુતો હજૂ પણ ટેકાના ભાવે મગફળી વેચવા માંગે છે, તેવા તમામ ખેડુતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખરીદ કરી લેવા માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગણી ઉચ્ચારાઇ છે.

(1:02 pm IST)