Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ફોફળ ડેમની તરવડા ગામની સીમમાં પાઇપલાઇન લીકેજથી ખેડૂતને મોટુ નુકશાનની ઘટનાનો ભેદ ખૂલ્યો...?

ધોરાજીનગરપાલીકાએ તપાસ કરાવતા ખુદ ખેડૂતે જ મુખ્ય પાઇપ લાઇન તોડી ખેડૂતે વાડીમાં પાણીનો ઉપયોગ કરી કુવો ભરી લીધો.... ! કર્મચારીએ જામકંડોરણા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી

ધોરાજી, તા. રર :  નગરપાલીકા વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતા જામકંડોરણાના મોટા દુધીવદર ગામ પાસે ફોફળ ડેમથી ૧૮ કિલોમીટર પાણીની પાઇપલાઇન ધોરાજી તરફ આવશે આ પાઇપ લાઇનમાં તરવડાના ખેડૂતએ નગરપાલીકાની પાઇપ લાઇન લીકેજ થઇ છે અને ખેતરનો ઉભો મોલ માં નુકશાની ગઇ છે. સેવા આવેદનપત્રો પણ ખેડૂતોએ આપ્યા હતા. બાદ તપાસ કરતા મામલો જુદો જ અન્ડરગ્રાઉન્ડ પાઇપ નાખી નગરપલિકાના વિસ્તારને પીવાનું પાડી લીકેજ દ્વારા ખેતરોમાં પાઇ અને કુવો ભરી લેતા જોવા મળતા વોટરર્વસના કર્મચારી રાજુભાઇ પોકીયા એ જામકંડોરણા પોલીસમાં ખેડૂત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા ચર્ચા વ્યાપી ગઇ હતી.

પાલીકાની એક લાખની જનતા ને પહેલા ભાદર-ર ડેમમાંથી પીવાનું પાણી અપાતુ હતુ  પરંતુ જેતપુરના કલર કેમીકલ્સ વાળુ પાણી ભળી જમા કરી જન આરોગ્યને મોટો ખતરો જોવા મળતા હતો અને ધોરાજીની જનતાએ આંદોલન ઉઠાવતા જામકંડોરણા તાલુકાના મોટા દુધીવદર ગામે આવેલ ફોફળ ડેમમાંથી પીવાનું પાણી ઉપાડવા માટે સરકારે મંજુરી આપી બાદ ૧ર કિલોમીટર લાંબી પાઇપ લાઇન નવી નાખવામાં આવેલ જુની હતી તે બંધ કરી દેવામાં આવી હતી જે પાઇપ લાઇન મોટા દુધીવદરથી ધોરાજી ભુળીના પાણી ટાંકા સુધી ખતરોમાંથી હતી જેમાં છેલ્લા ૧પ દિવસથી ધોરાજી અને તરવડા ગામની સીમમાં પાઇપ લાઇન લીેકજ પાણીના કારણે ઉભા પાકને મોટુ નુકશાન થઇ રહ્યું છે જે બાબતે ખેડૂતોએ રજુઆત કરતા અહેવાલો પણ પ્રગટ થયા હ તા.

બાદ ધોરાજી નગરપાલીકાએ તાત્કાલીક લીકેજ બંધ કરાવવા માટે ૧પ કર્મચારીઓની ટીમો કામે લગાડી બન્ને જગ્યાએથી લીકેજ બંધ કરાવેલ.

પરંતુ ફરી લીકેજ થતા ધોરાજીનગર પ્રમુખ દામજીભાઇ લાખાભાઇ ભાસાને વોટરવર્કસના કર્મચારીઓએ વાકેફ કરતા તાત્કાલીક તપાસ કરાવવા સુચના આપતા તરવડા ખાતે તપાસ કરતા ફોફળ ડેમની મુખ્યપાઇન લાઇનના વાલને લીકેજ કરી તેનું પાણી ખેતરોમાં મળેલ. પાઇ અને ખાલી કુવો આખો ભરી લેતા જોવા મળેલ.

વોટર વર્કસ શાખાના કર્મચારી રાજેન્દ્રભાઇ વૃજલાલ પોકીયા રહે. મોટા દુધીવદર વાળાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે તરવડા ગામના ખેડૂત માધવજીભાઇ ધરમશીભાઇ ધામી વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ કે ધોરાજી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મોટા દુધીવદર ફોફળ આધારીત પાણી પુરવઠા યોજના અંતર્ગત ૭૦૦ એમ.એમ. એમએસડબલ્યુ પાણીની પાઇપ લાઇન દુધીવદર પંપ હાઉસથી ધોરાજી ચોકડી પાસે કુંભારવાળા પાણીના ટાંકા ફિલ્ટર પ્લાન્ટ સુધી નાખવામાં આવે છે.

જે તા. ૧પ-૩-ર૦૧૮ના રોજ એર વાલ્વ પૈકી ભાદદર નદીના ક ાંઠે આવેલ એરવાલ્વને સમારકામ પણ સપ્લાય પૂર્વ મંજુરી મેળવી બંધ રાખવામાં આવેલ અને લાઇન રીપેરીંગસમ દુર કરી થયેલ હતું. તા. ૧૮-૩-ર૦૧૮ ને રવિાવર ના રોજ વાલ્વમેન દિનેશભાઇ બગડા અને ઇલે. મોટર ઓપરેટર દિનેશભાઇ ઠુંમર પાઇપ લાઇન તથા એરવાલ્વની તપાસ કરવાની સુચના આવતા તેવો એ સ્થળ ઉપર તપાસ કરતા એરવાલ્વને તોડીને તેની જમીનમાં પીવીસીના પાઇપથી તેના ખેતરના કુવામાં પાણી નાખી તે પાણી વડે સિંચાઇ કરી તેની જમીનમાં વાવેલ પાકને પાણી પાઇ પાણી ચોરી કરતો હોય જે અંગે ફરીયાદ નોંધાવતા જામકંડોરણાના પીએસઆઇ એસ.વી. ગોજીયાએ આઇપીસી કલમ ૩૭૯(૪ર૭-૪૩૦ પબ્લીક પ્રોપર્ટી ડેમેજીસ એકટની કલમ ૩ (ર*ક) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. ઉપરોકત ફરીયાદથી ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી.

(12:58 pm IST)