Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર બિયરના ટીન સાથે કાર જપ્તઃ ૪ ફરાર

વઢવાણ, તા., ૨૨: હળવદ પોલીસે હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે પેટ્રોલ પંપ પાસે એક શંકાસ્પદ કાર નિકળતા પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક સહીત ચાર શખ્સો કાર મુકી નાસી છુટયા હતા. જયારે કારની તલાશી લેતા ર૬ર નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે બીયરના જથ્થો તેમજ કુલ રૂ. ૩ર૬ર૦૦ના મુદામાલ જપ્ત કર્યા હતા.

જયારે કારમાં બિયરનો જથ્થો લાવનાર હળવદના સુરેશભાઇ ઠાકોર જાણીતા ભરવાડ સોલંકી ભરતભાઇ અને આ અજાણ્યા કાર ચાલક સહીત ચાર શખ્સો સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ આર.એમ. સોલંકી પીએસઆઇ સી.એચ.શુકલ હરેશભાઇ ચાવડા સહીતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.

(12:56 pm IST)