Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોરબીમાં જાહેર રસ્તા પર માસ-મટન-મચ્છીનું વેચાણ બંધ કરાવવા વિહિપની રજુઆત

મોરબી તા.૨૨: શકિત ચોક વિસ્તારના નાગરિકો દ્વારા જાહેર રોડ રસ્તા પર ખુલ્લેઆમ થતા મચ્છી-મટન ધંધા સામે કાર્યવાહી કરવા કલેકટરને આવેદન આપ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષદ પણ તેના સમર્થનમાં આવી અન્ય માંગણીઓ સાથેનું આવેદન પત્ર મોરબી જીલ્લા કલેકટરને આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા, બજારમાં જયા ત્યામાં સાહારી વસ્તુઓ મળે છે તે બંધ કરાવવી, મસ્જીદ પર માઇક વાગે છે તેની પરમીશન લીધી છે? કે કેમ? તપાસ કરાવી માઇક બંધ કરાવવા, ગઢનીરાંગ પાસે માસાહારી દુકાનો બંધ કરાવવી, ગેરકાયદે દારૂના પીઠાઓ બંધ કરાવવા, મચ્છુ બારી પાસે ગેરકાયદે સમજીદ બની રહી છે. તે અટકાવવી, કાલિકા પ્લોટમાં મવડીના ડેલામાં ચાલી રહેલ ગેરકાયદે બાંધકામ અટકાવવુ, મણી મંદિર પાસે મસ્જીદનો વિસ્તાર ખુબ વધારેલ છે. તે અટકાવવો, લીલાપર રોડ પર ગેરકાયદે હોથીપીરની જગ્યા પાસેનું બાંધકામ અટકાવવું, જુના બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર મચ્છીપીઠ આવેલ છે તેની જગ્યા નક્કી હોવા છતા જાહેરમાં નાગરિકોના આરોગ્યને હાનિ પહોંચાડે છે તેને જાહેરમાં બંધ કરાવવી વિગેરે માંગણીઓ આવેદનમાં દર્શાવી લાંબા ગાળે હિન્દુઓને હિઝરત કરવાનો વારો આમે તેમ લાગવા સાથે લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે.

તો તાત્કાલીક અસરથી આ પ્રશ્નો મુખ્યમંત્રીશ્રી, જીલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુકી,ઉકેલ લાવશો તેવી માગણી પ્રાતપદાધિકારી રામનારાયણભાઇ દવેએ કલેકટર પાસે કરી છે.

(12:55 pm IST)