Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાપરના ભીમાસરમાં 'ખેત તલાવડી' બની પણ 'કાગળ' પર!: એસીબીએ પકડ્યું જબરૂ કોૈભાંડ

જળસંચય વિભાગના બે ક્ષેત્ર મદદનીશ અને કોન્ટ્રાકટર સામે ગુનો દાખલઃ ૧,૭૯,૫૫૭ની ગેરરીતિ ખુલી

રાજકોટ તા. ૨૨: કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામે સરકારની ખેત તલાવડી યોજના અંતર્ગત કોૈભાંડ આચરવામાં આવ્યાનું ખુલ્યું છે. એસીબીએ આ મામલે યોજના સાથે સંકળાયેલા બે ક્ષેત્ર મદદનીશ અને એક કોન્ટ્રાકટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે.

ખેત તલાવડી યોજનામાં સરકાર ૯૦ ટકા સબસીડી આપે છે અને ૧૦ ટકા ખર્ચ ખેડૂતે ભોગવવાનો હોય છે. આ યોજના અંતર્ગત કોૈભાંડ આચરવામાં આવતું હોવાની માહિતી એસીબીનાઙ્ગ ધ્યાને આવતા એસીબીના ઇન્ચાર્જ નિયામક શ્રી કેશવકુમાર તથા અધીક નિયામક શ્રી હસમુખ પટેલ દ્વારા ઇન્કવાયરી કરવાના આદેશ મળતાં ગામતળની સ્થાનિક તપાસ અને દસ્તાવેજી પુરાવાની સમીક્ષા બાદ બે ખેત તલાવડી ફકત કાગળ પર બનાવાયેલી દર્શાવવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જમીન વિકાસ નીગમ લીમીટેડ દ્વારાઙ્ગખેડુતોને ખેતીમાં સીંચાઈ મળી રહે તે હેતુ થી 'જળ સંચય યોજના' અંતર્ગત ખેત તલાવડી બનાવવામાં સબસીડી આપવામાં આવે છે.

 તમામ પુરાવાઓની સમીક્ષા અને ઉચ્ચ અધીકારીશ્રીઓના માર્ગદર્શન બાદ આ કૌભાંડની વિધીવત ફરીયાદ ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ .ગોહીલ દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય આરોપી તરીકે - (૧) ઈશ્વરલાલ અંબારામ અડાલજા , ક્ષેત્ર મદદનિશ (જળસંચય) વર્ગ -૩,  (૨) રાજેન્દ્ર હરગોવીંદ યોગી (ક્ષેત્ર નિરીક્ષક જળસંચય વર્ગઙ્ગ-૩) (બન્ને ગુજરાત રાજય જમીન વિકાસ લીમીટેડ ની કચેરી રાપર કચ્છમાં ફરજ બજાવે છે) તથા (૩) રામજી સુરાભાઈ સોલંકી (રહે. ભીમાસર -આ કામના કોનટ્રાકટર)ની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તલાવડી ફકત કાગળ ઉપર બનાવી રૂ. ૧,૭૯,૫૫૭ રુપયાની ગેરરીતી કરવામાં આવેલ છેે.

આગળની તપાસ ગાંધીધામ (કચ્છ પૂર્વ) એસીબી પીઆઈ પી.વી. પરગડુને સોંપવામાં આવી છે.

(12:54 pm IST)