Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કાલથી કનકાઇ ગીરમાં શ્રીકનકેશ્વરી માતાજીના સાનિધ્યમા ત્રિદિવસીય ચૈત્રી નવરાત્રી મહોત્સવ

સરધાર તા. રર : રાજ રાજેશ્વરી કનકેશ્વરી માતાજીનો ચૈત્રી નવરાત્રી મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કનકાઇ (ગીર) મુકામે  કરવામાં આવેલ છે. જેમાં રવિવારના તા.૧૮ ના રોજ કૌશિકભાઇ ગાંધી પરિવારે કુંભ સ્થાપનના કરેલ હતી.

તા.ર૪ હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેના મુખ્ય મનોરથી અનિલભાઇ શાહ, કિરણબેન શાહનો પરિવાર બેસશે જેમાં સવારે ૮ કલાકેથી પુજાવિધી સાંજે ૪-૩૦ કલાકે શ્રીફળ હોમવાનો પુર્ણાહુતિ સમયશેરા ચૈત્ર સુદ-૯ રવિવારના રામજન્મોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં સંત શિરોમણી શ્રીસીતારામબાપુ (શિવકુજ આશ્રમ જાળીયા) પૂ. વરૂણનંદ સરસ્વતી, પૂજય રામેશ્વરાનંદ સરસ્વતી મૈયા દ્વારા સવારે ૯-૩૦ કલાકેથી ઉજવવામાં આવશે કનકાઇ જવા માટે અમરેલી-તથા જુનાગઢથી સવારે૮ કલાકે બસ મળશે.  આ સંમારભના પ્રમુખ પ.પૂ.સંત શિરોમણી (સતાધાર) જીવરાજબાપુ પ.પૂ.સંત શિરોમણી વિજયબાપુ રહેશે રામનવીના મુલ્ય મનોરથી ધનજીભાઇ પ્રાગજીભાઇ પંચાસરા (રાજકોટ) રહેશે.

અતિથી વિશેષ (જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમાં ત્થા પીનાકીનભાઇ પટેલ રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા કનકાઇ પ્રમુખ કૌશીકભાઇ ગાંધી, ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ  જાની, મંત્રી અમુભાઇ જાની ખજાનચી અશ્વીનભાઇ મહેતા, ટ્રસ્ટી રમેશભાઇ પાનેરા, રમેશભાઇ લોટીયા, મહેન્દ્રભાઇ ગાંધી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. કનકાઇ મંદિરના મેનેજર દેવાંગભાઇ જાની, હરીભાઇ જાની, (પુજારી) તથા સમસ્ત સ્ટાફ દ્વારા ભાવિકોને અમાંત્રણ  પાઠવાયું છે.

(11:45 am IST)