Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ભાવનગર બેન્ક ઓફ બરોડામાં જ કેશિયરે ઝેર પી લેતા ગંભીર

ભાવનગર, તા. ૨૨ :. ભાવનગરમાં રહેતા અને મહુવામાં બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે ફરજ બજાવતા વિપ્ર કર્મચારીએ બેંકમાં જ ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતે હોસ્પીટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથ પાર્કમાં રહેતા સુરેશભાઈ નાનાલાલ વ્યાસ (ઉ.વ. ૫૨) બેંક ઓફ બરોડાની મહુવા શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. દરમ્યાન આજે બપોરે કેશિયર સુરેશભાઈએ બેંકમાં જ ચાલુ ફરજે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતે હોસ્પીટલ ખસેડાયેલ છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.

બેંકમાં ચાલુ ફરજે આપઘાતની કોશિષ કરનાર કર્મચારી સુરેશભાઈ  વ્યાસે એક ચિઠ્ઠી લખી છે. જેમા બેંકના મેનેજર સહિત ત્રણના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)