Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગોંડલ પાલિકા મનોરંજન કરની આવકમાંથી ૫ જગ્યાએ બેઠાપુલ બનાવાશે

ગોંડલ તા. ૨૨ : પાલિકા દ્વારા મનોરંજન કરની આવકમાથી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા ૩૫ લાખના ખર્ચે બેઠા પુલ બનાવાનુ કામ કરવામાં આવનાર છે.

પાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન મનોરંજન કર દ્વારા એકત્રિત થયેલ તે રકમમાંથી શહેરના વેરી દરવાજા પાસે ગોંડલી નદી પર આવેલ બેઠા પુલ નું કામ રૂ. ૧૦ લાખના ખર્ચે, ઉમવાળા રોડ પર ભાદર સંપ પાસે કનવર્ટનું કામ રૂ. ૩ લાખ, હરભોલે સોસાયટી માં કન્વર્ટ ૧ અને કન્વર્ટ ૨ બંને મળી રૂ. ૧૬ લાખ તેમજ પ્રમુખ નગરમાં રૂ. ૭ લાખ ના ખર્ચે બેઠા પુલ બનાવવામાં આવનાર છે, ઉપરોકત વિસ્તારોમાં પાંચ બેઠા પુલ માટે પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા ઉપપ્રમુખ હર્ષદભાઈ વાઘેલા તેમજ પાલિકા તંત્ર દ્વારા જિલ્લા શહેરી વિકાસ એજન્સી સહિત ઉચ્ચ કક્ષાએ જરૂરી ઓફિશિયલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:37 am IST)