Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કોડીનારના મિતિયાજ અને વડનગરમાં હુમલા

કોડીનાર, તા. ૨૨ :. તાલુકાના મિતિયાજ ગામે ૪ શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી છરી વડે માથાના ભાગે ઈજા કર્યાની ફરીયાદ નોંધાઈ છે. દેવશી રાજા સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની બાજુમાં રહેતા પરબત રાજા સોલંકી, લાભુબેન, સાર્દુલ રાજા અને મનુ પામકે તેમના ઘરે ધસી આવી તું અમારી સામે ખોટી અરજી કરીશ તો તારા ટાંટિયા ભાંગી નાખવાનું કહી ગાળો બોલતા ગાળો આપવાની ના કહેતા ઉપરોકત ચારેય લોકોએ ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી માથા અને વાંસાના ભાગે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

ટ્રેકટર ચડાવી દેવાની ધમકી

કોડીનાર તાલુકાના વડનગર ગામે રામસિંગ ભગવણભાઈ ગાધે અને તેમના મોટા ભાઈ મનુભાઈ અને માતા જીવીબેન પોતાની વાડી પાસે આવેલ પડતર જમીનમાં સફાઈ કરતા હતા ત્યારે બાજુની વાડીવાળા જયેશ કાના ગાધે, કાના સિદી ગાધે, અરજણ સિદી ગાધે અને કુંવરબેને ત્યાં આવી આ સરકારી જમીન શું કામ સાફ કરી રહ્યા છો ? તેમ કહેતા રામસિંગ ગાધે એ અહીં વંડી બનાવવા સાફ કરી રહ્યા હોવાનું જણાવતા ઉપરોકત ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી લોખંડના પાઈપ વડે હુમલો કરી રામસિંગભાઈના ભાઈ અને માતાજીને પણ છુટા પથ્થરો અને ઢીકાપાટુનો માર મારી ગમે ત્યાં એકલા મળસો તો ટ્રેકટર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ રામસિંગ ગાધેએ નોંધાવી છે.

(11:32 am IST)