Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ધોરાજીમાં ખેડૂતોને પાણી જમીન સંરક્ષણ માટે માર્ગદર્શન અપાયું

ધોરાજીઃ તાલુકામાં ખેડુતોને એફપ્રો સંસ્થા દ્વારા પાણી અને જમીન સંરક્ષણ કેવી રીતે કરવું તે માટે જુનાગઢ કૃષિ યુનિ.ના અધિકારીએ ખેડૂતોને ખેતરમાં માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)

ધોરાજી તા. રરઃ એફપ્રો સંસ્થા દ્વારા આ વર્ષે જમીન અને પાણી સંરક્ષણ માટેનું કામ હાલ બંધીયા, ખજુરડા, સરધારપુર તેમજ જામજોધપુર તાલુકાનું જામવાડી ગામમાં કામગીરી કરે છે, તેનાથી આજુબાજુના ખેડુતોની લોકભાગીદારી દ્વારા ચેકડેમ ઉંડા કરવાથી જમીન સુધારણાના કાર્યો તેમજ પાણીના સ્તરમાં સુધારો થાય. ખેડુતોની પાણી વ્યવસ્થાપનની સ્થિતિમાં સુધારો થાય તેવા અસરકારક પ્રયત્નો કરી રહી છે.

આ અંગે સારી કામગીરી થાય તે માટે કૃષિ યુનિવર્સિટી-જુનાગઢથી એન્જીનીયરીંગ વિભાગમાંથી માર્ગદર્શન આપવા માટે આપેલ પ્રો. પી. બી. વેકરીયા તેમજ સહાયક પ્રો. એચ. આર. વાદર એ ચાલતી કામગીરી સ્વ. મુલાકાત અંગે સંતોષ પૂર્ણ માર્ગદર્શન આપેલ હતું. આ કામગીરી આવનારા વર્ષોમાં ખેડુતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થોશે તેમજ પાણી વ્યવસ્થાપનની સ્થિતિમાં સુધારો થશે તેવું આસ્વાશન આપેલ હતું. તેમજ કૃષિ ઇજનેરી તેમજ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા મર્ગદર્શનની ગમે ત્યારે જરૂર પડશે ત્યારે ચોકકસ હાજરી આપીશું તેવું સૂચન કર્યું હતું.

આ તકે બંધીયા ગામના સરપંચ હરીભાઇ ધાડીયા તથા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ આ ડેમ ઉંડા ઉતારવાની કામગીરીને બીરદાવી હતી.

(11:30 am IST)