Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વાંકાનેર મીલપ્લોટથી સીટી સ્ટેશન રોડને જોડતાં ૬.૩૪ કરોડના ખર્ચ બનશે નવો પુલ

દિવસમાં અનેક વખત બંધ થતા રેલ્વે ફાટકથી પ્રજાને મળશે છુટકારો

વાંકાનેર, તા. રર : મીલ પ્લોટથી સીટી સ્ટેશન રોડને જોડતો મચ્છુ નદી ઉપર રૂ. ૬,૩૪,૪૮,૦૦૦ના ખર્ચ અધ્યતન પુલ બનાવવા માટેનું ખાતમુર્હૂત થયું હતું.

વાંકાનેરના મીલપ્લોટ અને વિશીપરાના રહીશોને વાંકાનેર શહેર મથ્યે આવવા માટે પરશુરામ પોટરી પાસેનું રેલ્વે ફાટક ક્રોસ કરવુ પડે છે ભાગ્યે જ પાંચ મીનીટ જેટલું ખુલ્લુ રહેતુ આ ફાટક પાસેથી અનેક ટ્રેનો પસાર થવાથી મોટા ભાગે બંધ રહેતા ફાટકને લઇ આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ગયા હતા.

અને નગર પાલિકા પ્રજાને આ ત્રાસમાંથી મુકત કરાવે તેની લાગણી આ વિસ્તારના રહીશો પણ કરતા હતા પાલીકા તંત્ર દ્વારા પણ મચ્છુ નદી ઉપર રાહદારી માટે એક પુલ બનાવવા ઘણા વર્ષોથી ચર્ચા-વિચારણા અને તૈયારીઓ ચાલતી હતી.

ત્યારે વાંકાનેર ભાજપના અગ્રણી નેતા પૂર્વ પ્રમુખ જીતુભાઇ સોમાણી શહેર ભાજપ અને નગર સેવકો દ્વારા આ પ્રશ્ને ઉચ્ચ કક્ષએ રજુઆતોનો મારો સતત ચાલુ રહ્યો હતો.

યુ.ડી.પી. પ૬ (વર્ષ ૧૩-૧૪), યુડીપી-૭૮ (ર૦૧૪-૧પ્ અને યુડીપી-૭૮ (ર૦૧પ-૧૬)ની ગ્રાન્ટ મંજુર કરાવી સ્વર્ણીય જયંતિ ચીફ મીનીસ્ટર અર્બન ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ૬ કરોડ ૩૪ લાખ ૪૮ હજારની  ગ્રાન્ટમાંથી મીલપ્લોટના આઇ.ઇ.સી. કવાર્ટર પાસેથી સીટી સ્ટેશન રોડ પરના સ્મશાન પાસેના રોડને જોડતો મચ્છુ નદી ઉપર ૧૮૭.૪૦૭ મીટર લંબાઇનો અને ૮.રપ૦ મીટરની પહોળાઇ ધરાવતો પુલ બનાવવા માટેનું ખાતમુર્હૂત થયેલ છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોર મેહુલ મહારાજે વિધી કરાવેલ જેમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપના અગ્રણીઓ હીરેન પારેખ, ઇન્દુભા જાડેજા, હસ્તે ભુમિપુજન કરવામાં આવેલ આ પ્રસંગે જીતુભાઇ સોમાણી, ચીફ ઓફસર ગીરીશીભાઇ સરૈયા, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસ, મોરબી જિલ્લા યુવા, ભાજપના ચેતનગીરી ગોસ્વામી, નગર સેવક ભાટ્ટી એન. મનુભાઇ સારેસા, કિરીટભાઇ સંઘવી, જયેશભાઇ ત્રિવેદી, દામોદરભાઇ પટેલ, હીરેન શાહ, સુનિલભાઇ મહેતા, યોગેન્દ્રસિંહ ઝાલા, ગોરધનભાઇ મૈજડીયા, રાકેશસિંહ ઝાલા સહિતના ભાજપના કાર્યકરો નગરપાલિકાના કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 am IST)