Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ચુડા પાસે રન એન્ડ હિટ -બે ઘાયલઃ વઢવાણમાં અજાણી ઇકો -હડફેટે બાઇક ચાલકનું મોતઃ સુરેન્દ્રનગરમાં બાઇકની હડફેટે સાયકલ સવાર વિદ્યાર્થીનીઃ લીંબડી પાસે કારની ટકકરે બાઇક-પિતા પુત્રને ઇજા

વઢવાણ,તા.૨૨: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે ખાસ કરીને લીંબડી અને ચુડા રોડ ઉપર રોજ-બરોજના અકસ્માતોની સંખ્યામાં ખાસ વધારો થયો છે ત્યારે જિલ્લામાં સતત વધતા અકસ્માતો માં છેલ્લા દ્યણા સમયથી અકસ્માતના પગલે અનેક જીંદગીઓ મોતનાં હોય છે.

ચુડા ભગુપુર રોડ ઉપર ગઈકાલે એક હિટ એન્ડ રન બનાવ સામે આવ્યો છે ત્ચુડાના ભુગુપુર ના બ્રિજ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ કારે બે યુવકને હડફેટે લેતા આ યુવાન ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે આ યુવક રન એન્ડ હિટની ઘટનામા બાઈક સવાર નિલેશભાઈ રાઠોડ અને નવદીપભાઈ રાઠોડને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.

ચુડા પોલીસે હિટ અનેડ રન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણ પો.સ્ટેમાં આતીશકુમાર જયશંકર હુલલાલ લાલ ઉ.વ.૧૭ ધંધો છુટક મજુરી મુળ રહે. ગામ બદીપારા તા.જમાલપુર જિ.મુગેર રાજય-બિહાર હાલ રહે.જશોદાનગર નવી વસાહત મ્યુન્સી પુરા છાપરાની બાજુમાં ૩૧૭ કરશનભાઇ લક્ષ્મણભાઇ મુધંવાના મકાનમાં એ ફરીયાદ નોંધાવેલ છે કે, કોઠારીયા લખતર રોડ ઉપર દેદાદરા ગામના બોર્ડ નજીક  અજાણયા ઇકો ગાડીનો ચાલક રોગ સાઇડમાં આવી કાનાભાઇ રધુભાઇ જોગરાણા ઉ.વ.૨૫ રહે.જશોદાનગર નવી વસાહત પેશન પ્રો મોટરસાયકલ નંબર જી.જે.-૦૧.-એમ.જે-૧૯૦૫ વાળા સાથે અકસ્માત કરી મરણ જનાર સાહેદનુ મોત નીપજાવી તેમજ પાછળ બેઠેલ ફરીયાદી કરેલ છે.

સુરેન્દ્રનગર વૃંદાવન સોસાયટીમાં રહેતી વિદ્યાર્થીની રુદ્રાક્ષ ધનજીભાઈ જાની ે સાઈકલ પર જતી હતી ત્યારે બહુચર હોટલ પાસે અજાણ્યા બાઇકના ચાલકે તેમને હડફેટે લેતા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી

વિઠ્ઠલગઢ ગામમાંથી દારૂની ૨૨ બોટલો જપ્ત

લખતર તાલુકાના વિઠલગઢ ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં શૈલેષ બાબુભાઇના રહેણાક મકાનના બાથરૂમ પાસેથી ૩૨ બોટલો વિદેશી દારૂની મળી આવી હતી જેની કિંમત ૮૮૦૦ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે.

લીંબડી હાઇવે પાસે રાણપુર રોડ ઉપર કારની ટક્કરે બાઈક સવાર બેને ઈજા

લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતોની હારમાળા સર્જાઇ રહી છે ત્યારે લીમડી રાણપુર રોડ ઉપર ભુગુપુર પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કાર કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલક પિતા-પુત્રને ઇજા પહોંચતા લીમડી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નિલેશભાઈ રાઠોડ તેમના પુત્ર દીપકભાઈ રાઠોડ સાથે કામ હશે બોટાદ જઈ રહ્યા હતા ત્યારે ગામના પુલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જાયો હતો

સુરેન્દ્રનગરની મહિલા બુટલેગરે નાળિયેરીથી મંગાવેલ દારૂ પકડાયો

રાજકોટ હાઈવે પર વોચ રાખી હતી જેમાં શંકાસ્પદ કાર ને રોકવાની કોશિશ કરતા તેણે કાર ભગાવી મુકેશ પરંતુ આગળ આડા સાથે પોલીસ સ્ટાફે કાર થંભાવી દેતા કારના ચાલક મૂડી નાળિયેરીના ઉમેશ ધીરુભાઈ મકવાણા ફરાર થઈ ગયો હતો જયારે પોલીસે કારમાંથી નાળિયેરીના જ સંજય ભોજાભાઇ અને દિપક મકવાણા ૧૨૫૦૦ ના દેશી દારૂ સાથે પકડી લીધો હતો પોલીસ તપાસમાં સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતી મુન્ની બેન હબીબી મિયાણા એ આ દેશી દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું આથી મહિલા સહિત ચારે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે

જુનાદેવડીયામાંથી સંતાડેલા દારૂ સાથે એક ઝડપાયો

જુના દેવળીયા ગામના વિદેશી દારૂ અને દેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતાઙ્ગ એલ સી ડી સ્ટાફના વિક્રમસિંહ રાણા સહિતના દ્વારા જુના દેવળીયા ગામની સીમમાં આવેલી પ્રતાપ જવાના કાચા રસ્તે ખેતરના શેઢે ૧૦૯ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો પોલીસે જુનાદેવળીયા ગામમાં રહેતા વિપુલ ભૂરો દિનેશ મકવાણા ઝડપી પાડી અને રૂ ૩ ૩૩  મુદ્દામાલ જપ્ત કરી અને તપાસ હાથ ધરી છે

સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ પકડાયો

સુરેન્દ્રનગર શહેરની સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલા દારૂની રેડ પાડી હતી જેમાં વિસ્તારમાં રહેતા હાજી મહંમદ ભાઈ મેં નામ મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ની થેલી માં રાખીને જમીનમાં દાટેલો રૂપિયા ૨૦૦ કિંમતનો ૮ બોટલ વિદેશી દારૂ ઝડપ્યો હતો ત્યારે સરસ સ્થળ પર તપાસ કરતા આ જીદ મળી આવ્યો ન હતો આ રેડમાં પેટ્રોલિંગ દરમિયાન સરદારસિંહ હિંમતસિંહ વનરાજ સિંહ વગેરે કામગીરી કરી હતી દારૂનો મુદ્દામાલ જપ્ત કરેલ હતો.

સાયલામાં દારૂ પકડાયો

સાયલા પો.સ્ટેમાં સુરેશકુમાર મહેશભાઇ દુધરેજીયા અના.પો.કોન્સ.એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૮/૦ર/ર૦ર૦ કલાક ર૧/૩૦ સુદામડા ગામે આરોપી હુન્ડાઇ કંપનીની એસેન્ટ કાળા કલરની નં.જી.જે.૦૧કે.એ.૬૨૫૪ ગાડી ના ચાલકે સ્પેશીયલ ડીલક્ષ વીસ્કીની પેટી નંગ-૮ બોટલ નંગ-૯૬ કિં.રૂ.૩૩,૬૦૦/- તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ એસેન્ટ ગાડીની કિં.રૂ.૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૧,૮૩,૬૦૦/- ના મુદ્દામાલની હેરાફેરી કરી અંધારાનો લાભ લઇ ગાડી મુકી જતો રહી હાજર નહી મળી આવી ગુન્હો કર્યા બાબત.તપાસ પો.હેડ કોન્સ. એસ.બી.ગોહિલ સાયલા કરે છે.

પઠાણી વ્યાજની ઉઘરાણી

સુરેન્દ્રનગરસીટી એ પો.સ્ટેમાં વિજુ અધિકાર હિરામન પાટીલ મરાઠા ઉ.વ.૫૪ ધંધો ઘરકામ રહે.સુરેન્દ્રનગર રેલ્વે ધ્રાંગધ્રા કોલોની, જુના જંકશન પાસે, કવાટર નં.EL-14/એ મુળ રહે.સિરસાળે, તા.અમલનેર, જિ.જલગાંવ (મહારાષ્ટ્ર)એ ફરીયાદ નોંધાવેલ છે કે, બેએક વર્ષના સમયગાળા દરમ્યાન અવાર-નવાર સુરેન્દ્રનગર રેલ્વે ધ્રાંગધ્રા કોલોની, તથા સુરેન્દ્રનગરસીટી વિસ્તારમાં  (૧) કોયલભાઇ રહે.સુરેન્દ્રનગર (૨) દિનેશભાઇ રામજીભાઇ ટાંક રહે.સુરેન્દ્રનગર ૮૦, ફુટ રોડ, જયોતીનગર (૩)બાપાલાલભાઇ રહે.સુરેન્દ્રનગર (૪)અયુબભાઇ રહે.સુરેન્દ્રનગર મો.નં.  (૫) ભુપતભાઇ ફરીયાદીના પતિને નાણા ધીરધારનું કોઇ લાયસન્સ ન હોવા છતાં ઉંચા વ્યાજે પૈસા આપી ફરીયાદીના પતિ પાસેથીઙ્ગ તેમની સહીઓ વાળા કોરા ચેકો બળજબરીથી કઢાવી લઇ તેમાં ખોટી રકમ ભરી ફરીયાદીના પતિને વ્યાજના કાળચક્રમાં ફસાવી વ્યાજનું વ્યાજ ચડાવી પૈસા તથા વ્યાજની પઠાણી ઉદ્યરાણી કરી ફરીયાદી તથા તેઓના પતિને તથા દ્યરના સભ્યોને જાનથી મારી નાખવાના ભયમાં મુકી ગુનો કર્યા બાબત. તપાસ એ.એસ.આઇ.  બી.સી.ગામેતી કરે છે.(૨૨.૨૦)

(12:55 pm IST)