Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભાવનગરમાં કોળી સમાજના સમુહ લગ્ન પ્રસંગે ૭૫ લોકોએ રકતદાન કર્યું

ભાવનગર,તા.૨૨: સમસ્ત તળપદા કોળી સમાજના સમુહ લગ્ન સમિતિ કોટડી મંડળ દ્વારા યોજાયેલ ૧૩માં સમુહ લગ્નોત્સવ પ્રસગે બાંભણીયા બ્લ્ડ બેંકના સહયોગથી યોજાયેલ રકતદાન શિબિરમાં ૭૫ ભાઇ -બહેનોએ રકતદાન કરી, અંતરીયાળ ગ્રામ્યકક્ષાએ રકતદાન ક્ષેત્રે જાગૃતિ લાવવનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

સમુહ લગ્નમાં ૮ થી ૯ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ અગ્રણી ડો. બાંભણીયા, મંગાભાઇ, આતુભાઇ, ડો. મકવાણા , સુખાભાઇ મકવાણા તથા સમાજના વરીષ્ઠ આગેવાનોની દેખરેખ હેઠળ કોળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંપૂર્ણ કામગીરી સંભાળી હતી. આ પ્રસંગે સંતશ્રી દેવેન્દ્રદાસ બાપુ તથા સંત ઓમનંદજી મહારાજે આશિર્વાદ પાઠવવા હતા. તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના પૂર્વધારા સભ્ય હિરાભાઇ સોલંકી, કરણભાઇ બારૈયા, વિગેરે સમાજ આગેવાનોએ રકતદાતાઓને પ્રોત્સાહીત કરી પ્રાસંગીક હાજરી આપેલ હતી. સંસ્થાના પ્રમુખશ્રી પ્રભુભાઇ બાંભણીયાએ આયોજકો તથા રકતદાતાઓનો આભાર માન્યો હતો.

(11:43 am IST)