Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભાવનગરમાં 'એકસપોર્ટ અવેરનેસ' અંતર્ગત સેમીનાર સંપન્ન

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી

ભાવનગર તા. રર : ડાયરેકટર ડીજીએફટી-રાજકોટ ફેડરેશન ઓફ ઇન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશન (એફઆઇડી) દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી એકસપોર્ટરો માટે તા.૧૯/ર/ર૦ર૦ ને મંગળવારના રોજ 'ડીસ્ટ્રીકટ આઉટરીચ પ્રોગ્રામ'એકસપોર્ટ અવેરનેસ' એ વિષય અંતર્ગત એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મંત્રી કિરીટભાઇ સોનીએ ઉપસ્થિત સૌનુ શાબ્દીક સ્વાગત કરી ભાવનગર ખાતેથી દિન પ્રતિદિન એકસપોર્ટનો વ્યાપ વધતો જાય છે. તે અંગે આનંદની લાગણી વ્યકત કરેલ.

એફઆઇઇડી ગુજરાતના હેડ જયપ્રકાશ ગોએલે કાર્યક્રમનું હેતુ એકસપોર્ટરોને યોગ્ય માર્ગદર્શન મળે અને એકસપોર્ટનું પ્રમાણ વધે તે હોવાનું જણાવેલ.

જો.ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ અભિષેક શર્માએ વિદેશ નીતી પર ભાર મુકેલ. સરકાર દ્વારા એકસપોર્ટરોને કયા કયા ઇન્સેન્ટીવ મળેછે તે વિશે વિસ્તૃત જાણકારી આપેલ નવા એન્ટરપ્રીન્યોરે કઇ રીતે એકસપોર્ટ ચાલુ કરવુ તે વિશે વિસ્તુત માર્ગદર્શન આપેલ. તેઓએ ઉપસ્થિત સૌેને એકસપોર્ટનું પ્રમાણ હજુ પણ વધારવા પ્રોત્સાહીત કરી માર્ગદર્શન આપેલ.

આ તકે પ્રશ્નોતરીના સેશન દરમ્યાન નીકાસકારો તરફથી તેમને મુંઝવતા પ્રશ્નો રજુ કરવામાં આવેલ જેના સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવેલ. આ પ્રસંગે ચીત્રા ઇન્ડસ્ટ્રીકઝ એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ કામાણી અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પી.એમ.પટેલ ઉપસ્થિત રહેલ.

આ સેમીનારમાં વિશાળ સંખ્યામાં એકસપોર્ટરો ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભાર વિધી જયપ્રકાશ ગોએલે કરેલ હતું.

(11:43 am IST)