Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભુજની સહજાનંદ મહિલા કોલેજના ચર્ચાસ્પદ મામલે આગેવાન આર.આર. પટેલને જાનથી મારી નાખવાની ધમકી

ભુજ, તા.૨૨: વિદ્યાર્થીનીઓના વસ્ત્રો ઉતારવાના ભુજની સહજાનંદ મહિલા કોલેજના ચર્ચાસ્પદ મામલે કચ્છના પ્રતિષ્ઠિત ચાર્ટડ એકાઉન્ટન્ટ અને લેઉવા પટેલ સમાજના મોભી આર.આર. પટેલને જાનથી મારી નાખવાની મળેલી ધમકીએ ચકચાર સર્જી છે.

આ અંગે આર.આર. પટેલે બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીને ફરિયાદ અરજી આપી છે. જે અનુસાર આર.આર. પટેલને અજાણ્યા શખ્સ દ્વારા મોબાઈલ ફોન ઉપર સંતોની વિરુદ્ઘ બોલવા માટે તારા કટકા કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આઈજી કચેરીએ આ અંગે ડીએસપી કચેરીને જાણ કરતાં આ ઘટનાની તપાસ ભુજ બી ડિવિઝન પીઆઇ આર.એન. ખાંટને સોંપવામાં આવી છે. કચ્છની આરોગ્ય, શૈક્ષણિક સહિતની અનેક સંસ્થાઓમાં અગ્ર હરોળના આગેવાન તરીકે કાર્ય કરનારા આર.આર. પટેલને મળેલી ધમકીએ કચ્છના સામાજિક વર્તુળોમાં પણ ચકચાર જગાવી છે.

(11:41 am IST)