Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટંકારાના રોહીશાળામાં મોમભાઇ ભરવાડ પર સગા ભાઇ અને ભત્રીજાનો હુમલો

આ બાજુ ઘેંટા ચરાવવા કેમ આવ્યો? કહી ધારીયાના ઘા ઝીંકયા

રાજકોટ તા. ૨૨: ટંકારાના રોહીશાળામાં રહેતાં મોમભાઇ કડવાભાઇ ટોયટા (ઉ.વ.૫૦) નામના ભરવાડ પ્રોૈઢ ગામના શેઢે ઘેંટા ચરાવતાં હતાં ત્યારે તેના સગા ભાઇ ડાયાભાઇ અને ભત્રીજા રાજેશ ડાયાભાઇએ મળી ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. મોમભાઇ પશુપાલનનું કામ કરે છે. તેમને ભાઇ ડાયાભાઇ સાથે વર્ષોથી માથાકુટ ચાલે છે. પોતે ઘેંટા ચરાવતાં હતાં ત્યારે ભાઇ અને ભત્રીજાએ આવી તને આ બાજુ આવવાની ના પાડી છે છતાં કેમ આવ્યો? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(11:34 am IST)