Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મોરબી જિલ્લાને નવી મેડીકલ કોલેજ પ્રશ્ને અન્યાયઃ બ્રિજેશભાઇ મેરજા દ્વારા રજુઆત

મોરબી,તા.૨૨: ગુજરાત સરકારે પાંચ જીલ્લામાં નવી મેડીકલ કોલેજને મંજુરીની જાહેરાત કરી હતી જેમાં મોરબીનો પણ સમાવેશ થતો હોય પરંતુ તાજેતરમાં પાંચ જીલ્લા પૈકી નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે મેડીકલ કોલેજ ચાલુ વર્ષથી કાયર્િાન્વત કરવા ભારત સરકારે મંજુરી આપી છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા દ્વારા આ મામલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ રાજયના આરોગ્ય ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીને પણ મેડીકલ કોલેજ ચાલુ વર્ષથી મળે તેવી માંગ કરી છે એક બાજુ મોરબીની સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોકટરોની ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરાતી નથી અને બીજી તરફ મંજુર થયેલ મેડીકલ કોલેજ આપવામાં કેન્દ્ર સરકાર ઠાગાઠૈયા કરી રહી છે જેથી દર્દીઓને મળવાપાત્ર આરોગ્ય વિષયક સુવિધાઓ સમયસર મળવામાં વિલંબ થાય છે જેથી મોરબી માટે રાજય અને કેન્દ્ર કેમ ઓરમાયું વર્તન દાખવે છે તે સમજાતું નથી? તેવા વેધક સવાલો ઉઠાવીને ધારાસભ્યે મોરબીને તાકીદે મેડીકલ કોલેજની સુવિધા મળે તેવી માંગ કરી છે

મોરબી પંથકના મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તેમજ ગરીબ દર્દીઓને તજજ્ઞ ડોકટરો દ્વારા જરૂરી સારવાર સમયસર ઉપલબ્ધ થાય તેવી માંગણી કરી છે વધુમાં જણાવ્યું છે કે મેડીકલ કોલેજની મંજુરી ભારત સરકારની મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપતી હોય છે પરંતુ કેન્દ્ર સરકાર મેડીકલ કાઉન્સિલને વિખેરી નાખીને અન્ય વૈકલ્પિક માળખું ઉભું કર્યું હોવાને લીધે મેડીકલ કોલેજ મંજુરી મળવામાં વિલંબ થઇ રહ્યો છે જે નિવારવો જરૂરી છે.

દીક્ષિત એકેડમી દ્વારા હાઉડી કાર્યક્રમ યોજાયો

'હાઉડી મોરબી' કાર્યક્રમનું આયોજન માટે મયંક દીક્ષિત એકેડેમી દ્વારા કરવામાં આવ્યો હતો અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

એકેડેમીના ડિરેકટર મયંક દીક્ષિતે જણાવ્યું હતું કે તેઓ મોરબીના નાગરિકોને કોઈપણ ક્ષેત્રે તેમની સિદ્ઘિઓ બદલ સન્માનિત કરે છે. ડો.જેન્તીભાઈ ભાડેશીયા,ઙ્ગ માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,ઙ્ગ વૈજ્ઞાનિક મનસુખભાઈ પ્રજાપતિ,ઙ્ગ ડિરેકટર ઓએસઈએમ સુમંત પટેલ, ડિરેકટર નાલંદા વિદ્યાલય,ઙ્ગ પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચૌધરી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ તરીકે ઉપસ્થિત રહી 'હાઉડી મોરબી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે જ વિવિધ ક્ષેત્રમાં સિદ્ઘિ હાંસલ કરનાર કોન્સ્ટેબલ ભૂમિકાબેન, એથ્લેટિક અનિતા દીક્ષિત,ઙ્ગ લોન ટેનીસ,ઙ્ગ સ્કેટિંગ વગેરે જેવા ૧૦૦ જેટલા વ્યકિતને સન્માનિત કર્યા હતા.

જન્મદિને વિનામૂલ્યે નિદાન કેમ્પ

આગમ ગૌતમભાઈ શાહના જન્મદિવસ નિમિતે તા. ૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ :૩૦ કલાકે કપોરી પ્રાથમિક શાળા, કપોરીની વાડી, કંડલા બાયપાસ મેઈન કેનાલ ચોકડી પાસે ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.

જે કેમ્પમાં ડો. હસ્તી મહેતા સેવા આપશે અને જરૂરિયાતમંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તે ઉપરાંત ઁ લેબોરેટરી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ડાયાબીટીસ કેમ્પ પણ આ સ્થળે યોજાશે જે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

ભાગવત સપ્તાહ

આગામી મે. માસમાં તા. ૦૮ થી તા. ૧૫મે ના રોજ બપોરે ૪ થી ૭ કલાકે જન કલ્યાણ સોસાયટી, સામાકાંઠે મોરબી-૨ ખાતે ૧૦૮ પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વકતા તરીકે શાસ્ત્રી નિખીલભાઈ જોષી કથાનું રસપાન કરાવશે.પોથીના યજમાન બનવા માટે મનીષભાઈ ઠાકર, ડો. બી કે લહેરૂ, ભુપતભાઈ પંડ્યા, જયરાજસિંહ જાડેજા, રાજુભાઈ મહારાજ, કિરણબેન ઠાકર, પરેશભાઈ ઠક્કરનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

આમરણમાં રાત્રે બાળ પ્રતિભા સન્માન

ભકિત શૈક્ષણિક સંકુલ આમરણ દ્વારા તા. ૨૨ ને શનિવારના રોજ રાત્રે ૮ કલાકે રામજી મંદિર ચોક નવું આમરણ (ડાયમંડનગર) ખાતે અવસર ભકિતના આંગણે કાર્યક્રમ યોજાશે જેમાં સંકુલના બાળકો પોતાની પ્રતિભાના દર્શન કરાવશે બાળ પ્રતિભાને ખીલવતા કાર્યક્રમમાં પધારવા સંસ્થા પ્રમુખ શૈલેશભાઈ ગાંભવા, કેમ્પસ ડાયરેકટર મીનાબેન માનસાતા અને આચાર્ય કિશોરભાઈ કાસુન્દ્રાએ નિમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.

(11:33 am IST)