Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગરમા ગરમ ગોળના તવામાં પડતાં દાઝેલા જાંબુથાળા ગીરના અહેમદ બ્લોચનું મોત

દસ દિવસની સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: તાલાલા ગીર તાબેના જાંબુથાળા ગામે બાર દિવસ પહેલા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવી રહ્યો હોઇ ત્યાં ઉભેલો યુવાન ગરમાગરમ ગોળના તવામાં પડી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. તેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

જાંબુથાળા ગામે રહેતો અહેમદ બચુભાઇ બ્લોચ (ઉ.વ.૨૫) તા. ૧૨/૨ના સવારે આંકોલવાડી ગીર ખાતે  ગોળ બનતો હોઇ ત્યાં હતો ત્યારે અકસ્માતે ગરમ ગોળના તવામાં ગબડી પડતાં દાઝી ગયો હતો. તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો.

અહિ બાર દિવસની સારવાર બાદ ગત મોડી રાતે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી તાલાલા પોલીસને જાણ કરી હતી.

(11:32 am IST)