Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પોરબંદરઃ સગીરાને ભગાડી જવાના ગુનામાં પકડાયેલ પ્રેમીનો છુટકારો

પોરબંદર,તા.૨૨: સગીરાને ભગાડીને જવા તથા બળાત્કારના કેસમાં પ્રેમીને નિદોર્ષ છોડી મુકવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આવા જ એક બનાવમાં મહીસાગર જીલ્લાના બાલાશિનોર ગામે રહેતા ૨૩ વર્ષનો યુવાન ધર્મેશ માનાભાઇ માયાવંશી નામનો યુવાન રાણાવાવ પંથકની સગીર વયની છોકરીના પ્રેમમાં મોબાઇલની વાતચીતના આધારે પડતા અને કોઇ ઓળખાણ પીછાણ વગર બંને ભાગી જતા તે બાબતુ રાણાવવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલી હતી. અને સને ૨૦૧૬માં દાખલ થયેલી ફરીયાદનો નિકાલ તાજેતરમાં જ આવી જતા અને રેકર્ડ ઉપર કોઇ બળાત્કાર થયેલો હોય કે, ભગાડી ગયેલા હોય કે, કોઇ લોભ લાલચ આપેલા હોય તેવું પુરવાર થયેલુ ન હોય અને તેના કારણ પોરબંદરના એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ભટ દ્વારા રેકર્ડ ઉપરની તમામ જુબાની -પુરાવાઓ તેમજ આરોપી તરફે રોકાયેલા પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીની વિગતવારની દલીલ ધ્યાને રાખી આરોપીનો ૫ (પાંચ) વર્ષ નિદોર્ષ છુટકારો થયેલ છે.ુ

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, નવઘણ જાડેજા અનિલ સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.

(11:32 am IST)