Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

દિવ મુન્દ્રા વોલ્વો બસનો ડ્રાઈવર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

ભુજ,તા.૨૨: એસટીની ચેકીંગ સ્કવોડે કોડીનાર મધ્યે હાથ ધરેલ દિવ મુન્દ્રા વોલ્વો બસની ચેકીંગ દરમ્યાન દારૂની હેરફેરીનો દ્યટસ્ફોટ થતાં ચકચાર મચી ગઇ છે. વોલ્વો બસ જીજે ૦૭ વાયઝેડ ૭૩૨૧ ની ચેકીંગ દરમ્યાન ડીઝલની ટાંકી ઉપરથી મળેલ બે ટ્રાવેલિંગ બેગમાં થી ૩૦ બોટલ દારૂ કિ. રૂ. ૧૩ હજાર ૧૬૦ મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન ડ્રાઇવર ચેતન રાઠોડ (રહે. જામનગર હાપા) દારૂ લઈ જતો હોવાનું ખુલ્યું હતું. કન્ડકટરનું નિવેદન નોંધી તેને જવા દેવાયો હતો. રાજયની એસટી બસમાં દારૂ ની હેરાફેરી તેમ જ નશાની હાલતમાં બસો ચલાવવાના બનાવો સામે કડક કાર્યવાહીની જરૂર છે.

(11:32 am IST)