Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પોરબંદર : પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના વારંવાર અપહરણ અટકાવવા કાયમી ઉકેલની માગણી

પોરબંદર તા. ૨૨ : કચ્છની જખૌ જળસીમાએ વારાફરતી એક માસમાં ૪ વખત પાકિસ્તાન મરીને ૧૩ ભારતીય બોટ સાથે કુલ ૭૬ માછીમારોના અપહરણ કરી જઇ પાકિસ્તાન દ્વારા જળ સીમાએ અશાંતિ સર્જવાના સતત પ્રયાસો કરી રહેલ છે. જેના કારણે માછીમારોની ચિંતા વધતી જાય છે. પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના વારંવાર અપહરણનો કાયમી ઉકેલ લાવવા માછીમારો માગણી કરી રહેલ છે.

પાકિસ્તાન દ્વારા જળસીમાએ લાંબાસમયથી આતંક મચાવીને ભારતીય માછીમારોનું અપહરણ કરે છે. પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયાનો ડોળો સતત ભારતીય જળસીમા ઉપર મંડાયેલો રહે અને ડ્રગ્સ ઘુસાડવા પ્રયત્નો કરી રહેલ છે.

માછીમારોની ફરિયાદો મુજબ પાક મરીન ભારતીય જળસીમાની અંદર ઘુસણખોરી કરીને બંદુકના નાળચે ભારતીય માછીમારોને ઉપાડી જાય છે. માછીમારોના અપહરણ બાદ માછીમારોને સમયાંતરે છોડી દેખાય છે પરંતુ કિંમત બોટ પરત અપાતી નથી જેના કારણે મત્સ્યોદ્યોગોને નુકસાની વેઠવી પડી રહી છે. રોબર્ટ અને ગેગી તથા ડેન્જર - ચાર્લીના સર્વેમાં ઇશારો થયેલ છે કે જળ સીમાએ રજૂ સુરક્ષા મજબૂત બનાવવાની જરૂર છે.

(11:31 am IST)