Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કાલાવાડના મક્કાજી મેઘપર ગામે પાંચ લાખની ઘરફોડી

નાના એવા ગામડામાં પરમાર પરિવાર લગ્ન પ્રસંગે રાત્રે એક કલાક બહાર ગયોને કોઇ હાથફેરો કરી ગયો

ધ્રોલ તા. રર :.. કાલાવડ તાલુકાના મકકાજી મેઘપર ગામે ગત રાત્રીના કાંતીલાલ ભગવાનજી પરમારના મકાનમાાં દરવાજા તોડી ને રૂમમાં રહેલા લોખંડના કબાટ તોડીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળીને આશરે પાંચેક લાખ રૂ. ની માલ મતાની ચોરી થયેલ. હોવાની જાણ કાલાવડ તાલુકા પોલીસ મથકે કરવામાં આવેલ છે.

મકાન માલીક કાંતીભાઇ પરમાર તેમના કુટુંબ સાથે ગામમાં જ લગ્ન પ્રસંગ હોઇ ને હાજરી આપવમા ગયેલ. તે દરમ્યાન, રાત્રીના ૯.૩૦ થી ૧૦.૩૦ ના એકાદ કલાકના સમયમાં તસ્કરોએ અંજામ આપેલ. આ બાબતે કોઇ જાણ ભેદુનો હાથ હોવાની જાણકારી તંત્રને જણાવેલ છે.

(11:29 am IST)