Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મોરબીની બેન્ક લૂંટ પ્રકરણમાં ઝડપાયેલ ચાર આરોપીના ૧૪ દિવસના રીમાન્ડ માંગણી કરાશે

બેંકમાંથી ૬.૦૩ લાખ રોકડ સહીત ૬.૪૪ લાખની ધાડની ફરિયાદ : બેંક ધાડમાં આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકા

 

મોરબીમાં ધોળે દિવસે બેંકમાં ધાડનો બનાવ બન્યા બાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતા અને ઝડપાયેલ આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે જે બનાવ મામલે બેન્કમાંથી ૬ લાખથી વધુની રોકડ તેમજ મોબાઈલ અને હથિયાર સહીત કુલ રૂ ૬.૪૪ લાખની ધાડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બનેલ લૂંટની ઘટનામાં બેન્કના જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૦ ના રોજ બપોરે અધિના સુમારે છ અજાણ્યા ઇસમોએ હથિયાર ધારણ કરી મારી નાખવાનો ભય બતાવીને કેશિયર રમેશભાઈ ચાવડા પાસેથી બેંક ઓફ બરોડાના રોકડ રકમ રૂ ૪,૪૫,૨૬૦ અને દેના બેન્કના કેશિયર આમનાબેન બેલીમ પાસેથી રોકડ રૂ ૧,૫૭,૮૪૦ ઉપરાંત બેંક ઓફ બરોડાના સિક્યુરીટી અનિલભાઈને માર મારી તેની પરવાના વાળી બારબોર ગન રૂ ૧૦,૦૦૦ ની લૂટ ચલાવી હતી

 ઉપરાંત મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ બેંક ઓડીટમાં આવેલ રાજકુમાર વર્મા પાસેથી મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, સ્ટાફના સંજયભાઈ પાસેથી રોકડ રૂ ૬૫૦૦, એટીએમ અને આધારકાર્ડ તેમજ બેન્કના ક્રેડીટ ઓફિસર પ્રજ્ઞેશભાઈ પાસેથી મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ બ્રેન્કના ગ્રાહક રવિભાઈ પાસેથી મોબાઈલ અને દેનાબેંકનું મોડેમ અને રોકડ સહીત કુલ રૂ ૬,૪૪,૬૦૦ ની ધાડ કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે બનાવ અંગે તપાસ ચલાવતા પોલીસે લૂંટમાં સંડોવાયેલ આરોપી મનદીપસિંગ પાલસીંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગદિરસિંગ જાટ, અરુણકુમારસિંગ લાલચાદ મજ્બી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જર એમ ચારને ઝડપી લીધા છે

બેંકમાં ધોળે દિવસે ધાડ કરનાર છ પૈકીના ચાર ઇસમોને ઝડપી લેવાયા છે જેને કોર્ટમાં રજુ કરીને ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ મંગાશે જયારે બાકી રહેલા બે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે

બેંક ધાડ પ્રકરણમાં ઝડપાયેલ ચાર શખ્શો પંજાબી હોય અને આ ટોળકી આંતરરાજ્ય બેંક લૂંટ અને ધાડ કરતી હોય તેવી માહિતી પણ પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે ત્યારે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન રાજ્યમાં તેમજ અન્ય રાજ્યમાં થયેલ લૂંટ અને ધાડના ગુન્હાના ભેદ ઉકેલાઈ સકે છે

બેંકમાં ધાડ કરવા આવેલ શખ્શો હથિયારો સાથે આવ્યા હતા અને બંદુક બતાવીને બેંક સ્ટાફને દાટી મારીને રોકડ ઉઠાવી ગયા હતા ત્યારે પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપી પાસેથી ત્રણ હથિયારો અને અસંખ્ય કાર્ટીસ પણ કબજે લીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

(1:03 am IST)
  • વારિસ પઠાણના નિવેદનથી કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ તથા આર જે ડી નેતા તેજસ્વી યાદવ લાલઘૂમ : 15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિંદુઓને ભારે પડશે તેવા નિવેદનના કારણે ધરપકડ કરવા માંગણી : AIMIM તથા ભાજપ એકબીજાના પૂરક છે : ધાર્મિક કટ્ટરવાદ ફેલાવી નફરત પેદા કરતા હોવાનું મંતવ્ય access_time 7:59 pm IST

  • ભુજમાંથી ઝડપાઈ બે મહિલા ચોર : મૂહપ્રસાદના સ્થળે ઝડપાઈ બંને મહિલાઓ : ૪ સોનાની ચેન અને રોકડ કરાઈ જપ્ત : જાગૃત મહિલાની વોચે અપાવી સફળતા access_time 2:06 pm IST

  • વેરા વસૂલવા ભુજ સુધરાઈ ઢોલ વગાડશે :સોમવારથી બાકીદારોના દ્વારે વગાડશે ઢોલ : ઢોલ સાથે કામગીરીનો વિરોધ પક્ષનો વિરોધ : પાલિકાની ઢીલી નીતિથી રોષ ભભૂકયો access_time 2:17 pm IST