Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમરેલી જિલ્લામાં ભાંગનો પ્રસાદ લીધા બાદ 44 ભક્તોને અસર : સરકારી હોસ્પિટલે ખસેડાયા

સરકારી હોસ્પિટલમાં 44 કેસ નોંધાયા : તમામને સારવાર અપાઈ

અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રીએ ભાંગના પ્રસાદની શિવભક્તો પર અસર થઇ હતી. અલગ અલગ જગ્યાઓ પર લોકોને ભાંગની અસર જોવા મળી હતી. ભાંગની અસર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના પરિવારજનો તેમને હોસ્પિટલ લઇ ગયા હતા.જેને લઇને અમરેલી જિલ્લામાં ભાંગની અસરનાં 44 કેસો નોંધાયા છે. આ 44 કેસોની નોંધણી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે

            શિવ મંદિરમાંથી ભાંગનો પ્રસાદ લીધા બાદ ભક્તોને ભાંગની અસર થવા લાગી હતી. જેને લઇને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વધુ પડતી ભાંગ પી લેવાથી મગજના જ્ઞાનતંતુઓને અસર થાય છે અને કેટલીક વખત વ્યક્તિ માનસિક સ્થિતિ ગુમાવી પણ દે છે. ત્યારે અમરેલીમાં હાલ ભાંગની અસર થયેલા લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

(10:12 pm IST)