Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સાયલાના ઇશ્વરીયા ગામે ફાયરીંગ

ખાંભલા પરિવારના લગ્ન પ્રસંગે ડાંડીયા રાસમાં અજાણ્યા શખ્સે ગોળી છોડતા એક શખ્સ ઘાયલ

વઢવાણ, તા., ૨૨: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાના જગજાહેરમાં ધજાગરા બોલાવતા બનાવો સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા રહે છે. હત્યા, ખંડણી, ધાક-ધમકી જેવા ગુના સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બની ગયા છે.

સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં અજાણ્યા શખ્સો દ્વારા બેદરકારી પુર્વક ફાયરીંગ કરવામાં આવ્યા છે. જેમાં એક વ્યકિત ગંભીર હાલતમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે તેને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો. સાયલા પોલીસ સમક્ષ ભોગ બનનારના પરીવારજનો દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.

બનાવની વિગતોમાં સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામ ખાતે રહેતા કરમશીભાઇ લાખાભાઇ ધાંધલના ફૈબાના દિકરા દેવાભાઇ કરશનભાઇ ખાંભલાના લગ્ન પ્રસંગમાં રાત્રીના રાખવામાં આવેલા દાંડીયા રાસમાં એકાએક અજાણ્યા શખ્સ દ્વારા પોતાના પાસે રહેલ હથીયાર વડે બેદરકારી પુર્વક ફાયરીંગ કરવામાં આવતા ગોપાલભાઇ નાડાબાના પડખામાં ફાયરીંગ કરાતા ઘાયલ થયેલા ગોપાલભાઇને પ્રથમ સાયલા સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવની ફરીયાદ નોંધી આગળની તપાસ સાયલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. (૪.૫)

 

(3:16 pm IST)