Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટથી ટંકારાના ૩ર ના બદલે રૂ. ૧૦૦ મોરબીના ૩૯ના બદલે રૂ. ૧પ૦ ભાડુ લેવાય છે

ટંકારા, તા., રરઃ એસ.ટી. કર્મચારીઓના હડતાલના કારણે એસટી બસો બંધ થતા ખાનગી વાહન ચાલકો લુંટ ચલાવી રહેલ છે.રાજકોટથી ટંકારા તથા મોરબી જવાવાળા પેસેન્જરો પાસેથી વાહન ચાલકોએ લુંટ ચલાવી હતી. રાજકોટથી ટંકારાના ૩૦ના ૧૦૦, મોરબીના ૩૯ના રૂ. ૧પ૦ લુંટેલ. તુફાન, ક્રુઝરમાં ડ્રાઇવર સીટના આગળ સીટમાં ડ્રાઇવર સહિત પાંચ મુસાફરો પાછળ સીટમાં પણ પાંચથી છ મુસાફરો બેસાડેલ.રાજકોટ-મોરબી વચ્ચે કાયમી ભારે ટ્રાફીક હોય છે. એકી સાથે બબ્બે બસો મુકવા છતા બસો મુસાફરોથી બસના દરવાજા સુધી મુસાફરો ભરાઇ જાય છે. એક-એક બસમાં ૯૦ થી ૧૧૦ મુસાફરો હોય છે.હાલમાં લગ્ન ગાળાની સીઝન છે લગ્ન ગાળા વખતે જ એસટી બસોની હડતાલ પડતા લોકોમાં ભારે દેકારો મચેલ છે.રાજકોટ-મોરબી વચ્ચે દર ચોથા-પાંચમા વાહને ખાનગી કાર, મોટરો દોડે છે. ખાનગી મોટર કારના ચાલકો, માલીકો દ્વારા જો જાણીતા મુસાફરોને લીફટ આપવામાં આવે તો પણ લોકોને રાહત મળશે.ખાનગી મોટર કાર, અન્ય વાહન ચાલકો, માલીકો માનવીય અભિગમ રાખી મુસાફરોને લીફટ આપે તેવી અપેક્ષાઓ ઉઠેલ છે.(૪.૭)

 

(3:16 pm IST)