Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

લ્યો બોલો..? લોકસભા ચૂંટણી પહેલા જ કચ્છમાં યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસની લડાઇ શરૂ : ભુજ જિલ્લા કાર્યાલયે દેખાવો

ભુજ તા. ૨૨ : જયારે ચૂંટણી નજીક આવે ત્યારે કચ્છ કોંગ્રેસમા આંતરીક અસંતોષ સાથે જુથબંધી ખુલીને સામે આવી જાય છે. કચ્છમાં પોસ્ટર વોરથી શરૂ થયેલી કચ્છ કોંગ્રેસના બે પ્રમુખો વચ્ચેની જુથબંધી ખુલીને સામે આવી હતી.ઙ્ગ યુવક કોગ્રેસના કચ્છના પ્રમુખ હરિસિંહ જાડેજા તેમના કોંગ્રેસી સમર્થકોએ ભુજમાં કોગ્રેસના જીલ્લા કાર્યાલય બહાર જ કચ્છ કોગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વિરૂધ મોરચો ખોલી નાખ્યો હતો.

કાર્યાલય બહાર જાહેર રોડ ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાય હાય બોલાવી અને રામધુન સાથે તેમના અન્ય કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ઘ ના અભીગમ સામે સવાલો ઉભા કર્યા. જો કે વિરોધની ઘટના બાદ યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ તો ખુલીને પ્રતિક્રિયા આપી પરંતુ વર્તમાન જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ મામલે કઇપણ કહેવાનો ઇન્કાર કરી જાણે કઇ બન્યુજ ન હોય તેમ ધટનાને દબાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. પરંતુ ત્યારે ધણુ મોડુ થઇ ગયુ હતુ. કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની વરણી થઇ ત્યારથી તેમના નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે આજે થયેલા વિવાદનુ કારણ જણાવતા યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે કચ્છ જિલ્લા યુવક કોગ્રેસની કારોબારી યોજવા માટે તેમણે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પાસે કોગ્રેસ કાર્યાલયના હોલની માંગણી કરી હતી.ઙ્ગ પરંતુ કારોબારી શરૂ થાય તે પહેલા જીલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહે યુવક કોંગ્રેસની બેઠક કાર્યાલયમાં યોજવા સામે મનાઇ ફરમાવી દીધી હતી.ઙ્ગ જોકે, યુવક કોંગ્રેસના કાર્યકરો મીટીંગ યોજવા મક્કમ હતા અને તેથી પ્રમુખના આ નિર્ણય સામે તેઓએ ખુલીને વિરોધ કર્યો અને કોગ્રેસ કાર્યાલય બહાર સુત્રોચાર સાથે રામધુન બોલાવી અને કોગ્રેસ કાર્યલયની અંદર જ ગાંધી ચિધ્યા માર્ગે વિરોધનો નિર્ણય કર્યો હતો.જો કે, વિરોધ બાદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ત્યા હાજર પણ થયા હતા પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાં થયેલા ડખ્ખા નો મામલો દબાવવાના ના પ્રયાસ માટેઙ્ગ ગુપ્ત મીટીંગોની વાત આગળ રાખી મિડીયાને તેનાથી દુર રખાયા હતા. પ્રમુખની નિમણુક અને ત્યાર બાદની થયેલી વરણીઓ પછી કોગ્રેસમા નારાજગી હતી જે સંમયાતરે સામે આવતી હતી પરંતુ હવે જેમજેમ ચુંટણી નજીક આવી રહી છે. તેમ કોગ્રેસનો જુથવાદ લાવા સ્વરૂપે વિરોધના સુરમા સામે આવી રહ્યો છે. કદાચ ભલે મોવડીઓની સુચનાથી તે ડામી શકાશે પરંતુ તેનુ પરિણામ ચોક્કસ અંદરખાને કોગ્રેસને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભોગવવુ પડશે જો કે સંપુર્ણ ઘટના પર કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનુ મૌન ઘણુ કહી જાય છે.(૨૧.૧૪)

(12:33 pm IST)