Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મોરબીના નવરંગ તથા ફલેકસ બેનસ પ્રિન્ટીંગ ગ્રુપ દ્વારા શહીદોના પરિવારજનો માટે ફંડ એકત્ર

મોરબી તા. ૨૨ : નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કર્યું છે અને ૩.૨૫ લાખની રકમ એકત્ર કરી છે જે શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે આ તકે સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું કે શહીદો રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વિના શરહદ ઉપર તૈનાત હોય છે. અને માં ભોમની રક્ષા કાજે શહાદત વહોરનાર વીર શહીદોના પરિવારને મદદ કરવી તે આપણી નૈતિક ફરજ છે જે ફરજના ભાગરૂપે સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ ફંડ એકત્ર કર્યું છે.

કાશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકી હુમલામાં શહીદ પરિવારોને મદદ માટે મોરબીના વિવિધ સંગઠનો ફંડ એકત્ર કરી રહયા છે. જેમાં મોરબી ફલેકસ બેનર પ્રિન્ટીંગ ગ્રુપ દ્વારા શહીદ પરિવારો માટે ૫૫,૦૦૦નું ફંડ એકત્ર કરાયું છે.

ફલેકસ બેનર પ્રિન્ટીંગ ગ્રુપ મોરબીના સભ્ય એડ ઝોન ડીજી સાઈન દ્વારા ૧૧,૧૧૧, ઉમા ડીઝીટલ સાઈન ૭૧૦૦, મારૂતિ પ્રિન્ટ સાઈન ૬૪૩૪, ફાસ્ટ ડીજી સાઈન ૫૫૫૫, ઓમ ડીજી સાઈન,શિવ ડીજી સાઈન અને શ્રીજી ડીજી સાઈન દ્વારા ૫૧૦૦-૫૧૦૦ તેમજ પ્રદીપ ડીજી સાઈન ૩૧૦૦, વી કે ડીજી સાઈન, વિનાયક ડીજી સાઈન દ્વારા ૨૧૦૦-૨૧૦૦ તેમજ ભગવતી ડીજી સાઈન અને જય ગણેશ ગ્રાફિકસ દ્વારા ૧૧૦૦-૧૧૦૦ સહીત કુલ ૫૫,૦૦૦ નું ફંડ એકત્ર કરાયું છે.(૨૧.૭)

 

(12:16 pm IST)