Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

લોધિકાના પીપરડીમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન

લોધીકા તા.રર : લોધીકાના પીપરડીમાં પાણીની પરિસ્થિતિ વિકટ બની છે.

આંબેડકર યુવા સંગઠને મામલતદારને આવેદન પાઠવીને પીપરડી ગામમાં છેલ્લા ૨૦ દિવસથી પીવાના પાણીનો મોટો પ્રશ્ન સર્જાયો છે. હાલમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. છતા કોઇપણ આનો ઉકેલ કરવા તૈયાર નથી. પાણી માટે અમારે દૂર દૂર સુધી ભટકવુ પડે છે. પાણી માટે અમારે દર વર્ષે રજૂઆત કરવી પડે છે. ખરેખર આનું કાયમી નિરાકરણ આવે તેવું કંઇક કરવુ ઘટે અત્યારે અમે લોકો શાંતિપુર્વક ગાંધીચિંધ્યા માર્ગે રજૂઆત કરી છી. પ્રશ્ન હલ ન થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આવેદનમાં આપી છે.(૪૫.૨)

 

 

(12:12 pm IST)