Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સાગર ખેડુ યુવાનોને પ્રોત્સાહીત કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૦મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધા યોજાય

સમુદ્ર મહાજન સ્મારક હોડી હરીફાઇમાં ૪૦ સઠવાળી હોડીઓ બેટદ્વારકાનો ૪૦ કી.મી.નો દરીયામાં દિલ ધડક દરીયા રેશ

ઓખામાં છેલ્લા સાત વર્ષથી સાગર ખેડુ ફીસરમેન એસોશીએશન દ્વારા માચ્છીમારી સાગર ખેડુ સાહસીક યુવાનોને પ્રોત્સાહીત મળે તે હેતુથી ઓખા મંડળમાં રહેલી સઠવાળી હોળની હરીફાઇ યોજવામાં આવે છે. ઓખા મંડળમાં કુલ ૧પ૦ જેટલી આવી નાની હોળીઓ કાર્યરત છે. જે પીલાણી તરીકે ઓળખાઇ છે. અને કાઠા પરના દરીયામાં રોજેરોજની માચ્છમારી કરેે છે. આ હોળીનો મોટો ફાયદો એ છે કે આ માં કોઇ પણ જાતનું ઇંધણ વગર હવાની દીશા અને સઢના સ્ટેરીંગે ચાલે છે. દર વર્ષે ૩૦ થી ૪૦ શઠવાળી હોળીઓ આ હરીફાઇમાં ભાગ લેતી હોય છે. ગયા વર્ષે ર૬ જાન્યુઆરીની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા આયોજીત હરિઓમ આશ્રમ પ્રેરીત ગુજરાત મેરીટાઇમ બોર્ડ હેઠળ આ હરીફાઇ ઓખામાં યોજવામાં આવી હતી. આ વર્ષે ૪૦ મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધા-ર૦૧૯ નું આયોજન આજ રોજ ઓખા ડાલ્ડા બંદર દામજી જેટી પરથી કરવામાં આવેલ જેમાં કુલ ૪૦ હોડીઓએ ભાગ લીધો હતો. સવારે ૧૦ વાગ્યે ૪૦ હોડીઓ સઠના સ્ટેરીંગે અને હવાની ગતીથી દરીયામાં દોડતી થઇ હતી. અને સાગરમાં સરકતી આ હોળીનો નજારો જોવા માનવ મેરામણ ઉમટયું હતું. ઓખા બંદરેથી રેસ શરૂ કરી બેટ ટાપુને ફરતે ચકકર લગાવી આશરે ૪૦ કી.મી.નોદરીયોખેડી પરત આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર ઇસાક અબલા (મહાસાગર) એ ૩ કલાક ૩૭ મીનીટમાં, બીજા સ્થાને રજાક સોઢા (હુસેની જીગર) ૩ કલાક ૪૩ મીનીટમાં ત્થા ત્રીજા સ્થાને આદમ સંધાર (અબાસ અલમદાર) ૩ કલાક ૪પ મીનીટમાં આ રેશ પુરી કરી તેમની  ટીમે મેદાન માર્યું હતું. વિજેતા બનેલા ત્રણે ટીમને આયોજકો તથા અગ્રણીઓ હસ્તે રોકડ પુરસ્કાર અનેભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણ પત્ર આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતીથી ઓખા મંડળના યુવા ઉદ્યોગપતિ સહદેવસિંહ પબુભા માણેક તથા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ રહ્યા હતા.(૬.૧૧)

 

 

(12:11 pm IST)