Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

માણાવદરના બોડકા ગામે ચાલુ વિજ વાયર ઉપરથી પસાર થતી ૪ ભેંસોના મોત

ગરીબ ચારણ પરિવાર મુશ્કેલીમાં મૂકાયોઃ દૂધ વેચીને ગુજરાન ચલાવતો'તો

માણાવદર, તા. રર : તાલુકાના બોડકા (સ્વામીના) ગામે ચારણ સાજણભાઇ સામતભાઇ પોતાની ૪ ભેંસો લઇ પાણી પાવા જઇ રહ્યા હતાં ત્યારે ગામની નજીકના ખારામાં જી.ઇ.બી.ની બેદરકારીના કારણે ૧૧ કે.વી.નો તાર તૂટેલો નીચે પડેલ તેવી જ વાયર ઉપરથી આ ચાર ભેંસો પસાર થતાં જ સ્થળ ઉપર તરફડીને ગરીબ ચારણ પરિવારની આજીવિકા સમી લાખો રૂપિયાની કિંમતની ભેંસો મૃત્યુ પામી જેથી મુશ્કેલીમાં મૂકાયો છે. પરિવાર અત્યંત ગરીબ સ્થિતિ ધરાવતા આ બોડકા ગામના ચારણ પરિવારને પીજીવીસીએલ તાકીદે મદદ કરે તે જરૂરી છે. આ ભેંસોના દૂધ વેચી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો. (૮.૭)

(12:02 pm IST)