Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મીઠાપુર પી.આઇ. દ્વારા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન સાથે મીટીંગ

મીઠાપુર તા. રર :.. મીઠાપુર ખાતે મોટા ઔદ્યોગીક એકમોમાંથી એક એવી ટાટા ગ્રુપની કંપની આવેલી હોય અને જેમાં અવારનવાર ટ્રક મારફતે મટીરીટલની આવજાવ થતી હોય આ બાબતે ઓખા - જામનગર રસ્તે ખોટો ટ્રાફીક ન થાય અને ખાસ કરીને કોઇપણ ત્યાંથી પસાર થતી વ્યકિતને કોઇ જ જાતની કનડગત ન થાય તે બાબતે ચર્ચા વિચારણા કરવા મીઠાપુર ઇન્ચાર્જ પી. આઇ. ચંદ્રકાલાબા બી. જાડેજાએ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સભ્યો સાથે ટાટા કેમીકલ્સ સામે આવેલી એસો. ની ઓફીસે મીટીંગ કરવામાં આવી હતી.

તમામ ટ્રકોના માલિકો સાથે ટ્રાફીકલક્ષી ચાર્ચ કરી હતી અને ત્યારબાદ તે લોકોના પણ વિચારો જાણ્યા હતાં. આ ઉપરાંત થોડા દિવસ પહેલા મીઠાપુરમાં જ એક કલીનર ની નજીવી બાબતે હત્યા કરાયાના બનાવને ધ્યાનમાં રાખીને ટ્રકોના માલિકોને કંઇપણ નાની સુની વાતને પણ ખુબજ ગંભીરતાથીલેવા અને તુરંત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કહ્યું હતું કે જેથી ફરી વખત આવો બનાવ ન બને અને આવા બનાવો રોકી શકાય તે માટે સજાગ રહેવા ઉમેર્યુ હતું. આ ઉપરાંત ટ્રકોના માલિકો સાથે જાહેર રોડ પર ટ્રાફીક પ્રશ્ન બાબતે નિરીક્ષણ કર્યુ હતું. આ મીટીંગમાં મોટા ભાગના ટ્રક અને ટ્રાન્સપોર્ટને લગતા વ્યકિતઓ હાજર રહ્યા હતાં. આવા સારા અભિગમ થી ટ્રક અને ટ્રાન્સપોર્ટના માલિકો ખુબ જ પ્રભાવિત થયા હતા અને બધો જ સહયોગ પોલીસ તંત્રને મળશે તેવી ખાત્રી અપાઇ હતી. આ મીટીંગમાં ટાઉન બીટના પોલીસ કિશોરસિંહ પણ હાજર રહ્યા હતાં. (પ-ર૧)

 

(12:00 pm IST)