Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દ્વારકામાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા : પાંચ સામે ફરીયાદ

રોકડ, મોબાઇલ મળી કુલ રૂ. ૩૪,પ૦૦નો મુદ્દામાલ કબ્જે

ખંભાળીયા, તા. રર : દ્વારકાના ભથાણ ચોકમાં મોબાઇલ પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે શખ્સોને રાજકોટ આરઆર સેલએ ઝડપી પાડયા છે. જયારે ક્રિકેટના સટ્ટાની કપાત લેનાર અને કપાત કરાવનાર અન્ય પાંચ શખ્સોને ફરાર જાહેર કરી દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ર૧ના રાત્રીના સમયે દ્વારકાના ભથાણ ચોકમાં ભાવિક રમણભાઇ સીમણીયા (ઉ.૩૧) રહે. સુદામાપુરી દ્વારકા વાળો પોતાના અંગત ફાયદા માટે મોબાઇલ પર સંપર્ક કરી ઉતરાખંડ-દેહરાદુનમાં રમાતી ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટીમના લાઇવ સ્કોર ઉપર હારજીતનો સટ્ટો રમાડી બેટીંગ લઇ રહ્યો હોવાથી ચોક્કસ બાતમી આર.આર. સેલના સજુભા જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળતા હકીકતના આધારે વોંચ ગોઠવી રેઇડ કરવામાં આવતા ભાવિન રમણભાઇ સીમણીયાને મોબાઇલ નંગ ૩, રોકડ રૂ.૧૬,પ૦૦ મળી કુલ રૂ. ૩૪,પ૦૦ના મુ દ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે વધુ પુછપરછમાં કિશન હસમુખભાઇ પાંઉ તથા યાસીન ઉર્ફે બકાલી બાલાગામીયા, ભરત દરજી, રાજુભાઇ બથીયા, શંકરભાઇ બથીયા, તમામ રહે. દ્વારકા પાસે કપાત લીધી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી કિશન પાંઉને ઝડપી પાડયો હતો. કિશન પાંઉની આકરી પૂછપરછ કરતા તે હિરેન રતીલાલ લોહાણા રહે. ઓખા ભુંગાના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું કબુલાત પોલીસે ઉપરોકત આરોપીને ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જયારે અન્ય પાંચ સામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં (૧) ભાવિક રમણભાઇ સીમરીયા જાતે લુવાણા ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે. સુદામાપુરી દ્વારકા (ર) કિશન હસમુખભાઇ પાંઉ જાતે લોહાણા ઉ.ર૩ ધંધો વેપાર રહે. શાક માર્કેટ ચોક દ્વારા (૩) યાસીન ઉર્ફે બકાલી બાલાગામીયા રહે. દ્વારકા (૪) ભરત દરજી રહે.-દ્વારકા, (પ) રાજુભાઇ બથીયા લોહાણા રહે. દ્વારકા, (૬) શંકરભાઇ બથીયા લોહાણા રહે. દ્વારકા (૭) હીરેન રતીલાલ લાલ લુવાણા રહે. ઓખા ભુંગા વગેરેનો સમાવેશ થાય છે. (૮.૧૦)

 

(11:59 am IST)