Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દિવના ધનીબેનનું કોડીનારની હોસ્પિટલમાં ઘૂંટણનો સાંધો બદલવાનું મફતમાં ઓપરેશન

અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ-કોડીનાર ખાતે દિવના દર્દી ધનીબેન બામણીયાએ ઘુંટણના સાંધો બદલવાનું ઓપરેશન કરાવ્યું છે. લાભાર્થી ધનીબેનને ઘણા વખતથી બન્ને પગના ઘુંટણમાં ઘસારાને લીધે દુઃખાવાની ફરીયાદ હતી તેઓ ઘણા હોસ્પીટલમાં બતાવીને તપાશ કરેલી તેમને સાંધો બદલવાના ઓપરેશન માટે કીધેલુ જેનો ખર્ચ ખુબ વધારે હોય અને પોતે પરિસ્થિતિ સારી ન હોવાથી કરાવી ન શકયા અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે દિવથી ડો.મયુર વૈશ્યને બતાવવા આવેલા જરૂરી તપાશ કરી અને તેમને સાંધો બદલવાનું કીધેલુ ધનીબેનને ખ્યાલ આવ્યો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ અંબુજા હોસ્પીટલમાં ફ્રીમાં ઓપરેશન થાશે તેઓ કાર્ડ લઇ અહીં આવી અને એકપણ રૂપિયાના ખર્ચ વગર પોતાના પગના ઘુંટણનું ઓપરેશન ડો.મયુર વૈશ્ય પાસે કરાવ્યુ ઓપરેશન પછી ધનીબેનને ખુબજ સારૂ છે અને તેઓ આયુષ્યમાન ભારત યોજનાનો તેમજ અંબુજાનગર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનો ખુબ આભાર માને છે. આ યોજના અંતર્ગત અંબુજા હોસ્પીટલમાં મોતીયાના, કાન,નાક,ગળાના તેમજ સરકારશ્રીએ નક્કી કરેલા ઓપરેશનો ફ્રીમાં થાય છે.(૭.૧૦)

 

(11:57 am IST)