Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કોડીનારમાં જુગાર રમતા ૪ ઝડપાયા

કોડીનાર તા. રર :.. પી. એસ. આઇ. કે. વિ. પરમાર, પો. કોન્સ. વિપુલભાઇ, રમેશભાઇ, વિશાલભાઇ, મુળજીભાઇ, મુકેશભાઇ, તથા મહેન્દ્રભાઇ સહિતના પોલીસ કાફલા શાક માર્કેટમાં રેડ કરતા ચાર શખ્સો જૂગાર રમતા હોય પોલીસને જોઇ ભાગવા જતા પોલીસે ઝડપી પાડયા જેમાં (૧) ગુલામ અરકર નિશાર અહેમદ નકવિ, રે. બુખારી મહોલ્લો, (ર) શીવો ઉર્ફે શીવ ધનસુખભાઇ બાંભગ્યા છે. ગ્લર્સ સ્કુલ પાછળ કોડીનાર. (૩- ઓવેશભાઇ ઉર્ફે અકરમભાઇ યુસુફભાઇ  મેમણ રે. મેમણ કોલોની કોડીનાર. (૪) કલ્પેશભાઇ ઉર્ફે મોરલી રાજૂભાઇ રાઠોડ રે. વાલ્મીકવાસ સામે કુલ ર૩૦૭૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી જૂગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો નોંધેલ છે. (પ-ર૦)

 

(11:56 am IST)