Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કિસાન સમ્માન યોજનામાં તળાજા અવ્વલ સ્થાને

ચોવીસ હજારથી વધુ લાભ પાત્ર ખેડૂત નોંધાયાઃ પ્રથમ તબક્કે પાંચ કરોડ આવશે

ભાવનગર તા.૨૨:- બાર વિદ્યાથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય માટે વડાપ્રધાન સમ્માન.યોજના બહાર પાડવામાં આવી છે. જેને લઈ તળાજાના તલાટી મંત્રીઓ સહિત તા.પ., મામલતદાર કચેરીના સ્ટાફ એ રાત ઉજાગર કરીને ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી.જેને લઈ તળાજા ભાવનગર જિલ્લામાં નામ નોંધણીને લઈ પ્રથમ ક્રમાંકે રહયુ છે.કેન્દ્રની ભાજપ સરકાર એ ચૂંટણી સમયે જ ખેડૂતોને રીઝવવા ખીશકાય કે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના જાહેર કરી તાત્કાલિક નાના ખેડૂતો ના ખાતા માં રોકડ રૂપિયા પહેલા તબક્કાના જમા કરવામાંટે પ્રશાસનને કામે લગાવી દીધું હતું.જેને લઈ તળાજા તલાટી મંત્રીઓ એ તાલુકા પંચાયત,મામલતદાર, ડે. કલેકટર કચેરીના સ્ટાફના સહયોગથી રાત ઉજાગર કરીને પણ ખેડૂતો એ આપેલ દસ્તાવેજી પુરાવાઓ ને ઓન લાઈન નોંધણી શરૂ કરી દીધી હતી. ખેડૂતો એપણ લાઈનો માં કલાકો ઉભા રહી સરકારના લાભ થી વંચિત નરહી જવાય તેની દરકાર લીધી હતી.જેને લઈ તળાજા તાલુકો જિલ્લા માં ૨૪૫૪૧ લાભ પાત્ર ખેડૂતોની નોંધણી સાથે પ્રથમ છે. ત્યારબાદ મહુવામાં ૨૩૬૮૧, ગારીયાધાર માં ૧૭૮૮૮, શિહોર ૧૬૮૬૪, પાલીતાણા ૧૫૯૨૯,વલભીપુર ૧૨૬૧૬, ભાવનગર તાલુકો ૧૨૨૫૮, ઉમરાળા ૧૧૦૭૯, દ્યોદ્યા ૯૬૦૮,જેસર ૮૯૫૫, ભાવ સીટી ૧૬૨૫ .ખેડૂતોની નોંધણી થઈ છે. બે દિવસ હજુ કામગીરી ચાલશે .સૂત્રો એ જણાવ્યું હતુંકે તળાજાની કામગીરી પ્રથમ થીજ જિલ્લા માં સારી હતી. તેમ છતાંય રાતના બારેક વાગ્યે એક મહિલા તલાટી કામ ગ્રામ પંચાયત કચેરીમાં બેસી કામ નથી કરતા તેવા મેસેજના પગલે ટીડીઓને ઉચ્ચ અધિકારીએ દોડાવતા અને ફોટાઓ કચેરી બન્ધ છે તેના મગવતા તલાટી ઓમાં ઘેરા પડઘા પડ્યા હતા. રાત ઉજાગર કરીને હવે કામ નહીં થાય તેવી ચીમકી આપતા અને વાસ્તવિકતા સામે આવતા મતભેદ દૂર થયા હતા.જવા બાબત પણ સંબધિત વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી.તળાજામાં ચોવીસ હજારથી વધુ ખેડૂત નોંધાતા બે હજાર લેખે ખાતામાં જમા થાય તો પાંચ કરોડ રૂપિયા ખાતામાં જમા થશે જે બજારમાં ફરતા થશે.

ભાવનગર જિલ્લો રાજયમાં ૧૨માં સ્થાને

ખેડૂતોની ઓન લાઈન નોંધણીને લઈ ભાવનગર જિલ્લો બારમાં નંબરે છે.ડાંગ પ્રથમ નંબરે છે જોકે ત્યાં ખેડૂતોની થયેલ નોંધણી મુજબ સંખ્યા ઓછી છે.ભાવનગર કરતા. બનાસકાંઠાની સંખ્યા સવાત્રણ લાખથી વધુ છે.ભાવનગરની બે લાખથી વધુ સંખ્યાનું રજિસ્ટ્રેશન થયુ છે.(૨૨.૮)

(11:56 am IST)