Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કોટડાસાંગાણી દ્વારા સેન્સેટાઇઝેશન માટે વર્કશોપપટેલ કન્યા મંદિરે વિદાય સમારોહ

કોટડાસાંગાણીઃ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા બાળ સુરક્ષા સમિતિ કે જે બાળકોની સુરક્ષા માટે ગ્રામ્ય લેવલે છેવાડાના બાળકો સુધી સંકલિત બાળ સુરક્ષા યોજનાનો લાભ આપી શકાય તે માટે કોટડાસાંગાણી તાલુકા ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિ અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિનો એક સેન્સેટાઇઝેશન માટે વર્કશોપનું આયોજન કરેલ જે આયોજનમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા પ્રાંત અધિકારીશ્રી કોટડાસાંગાણીના સહયોગથી આ આયોજન કરેલુ જેમા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા બાળ સુરક્ષા સમિતિ કે જે બાળકોની સુરક્ષા માટે ગ્રામ્ય લેવલે છેવાડાના બાળકો સુધી સંકલિત બાળ સુરક્ષા યોજનાનો લાભ આપી શકાય તે માટે યોજનાઓ તથા બાળકોના અધિકારો અંગેની માહિતિ આપવામાં આવી. આ વર્કશોપમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, સરપંચશ્રીઓ હાજર રહેલ હતા. વર્કશોપ યોજાયો તે તસ્વીર.(૨૩.૩)

 

(11:55 am IST)