Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મંગળવારે કાલાવડમાં વિકાસના નવા દ્વાર ખુલશે :મુખ્યમંત્રીના હસ્તે નવા માર્કેટિંગ યાર્ડનું ભુમીપુજન;જીઆઈડીસીનું લોકાર્પણ

પીજીવીસીએલના સબ ડિવિઝનની ઓફિસનું લોકાર્પણ સાથે અનેક લોકઉપયોગી કામોની શ્રુંખલામાં વધુ એક ઉમેરો : મુખ્યમંત્રી સહીત કૃષિમંત્રી આર,સી,ફળદુ,કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડિયા,હંસરાજભાઇ ગજેરા ,સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે :યાર્ડના સુકાનીઓમાં હરખની હેલી :તડામાર તૈયારીઓ

રાજકોટ :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નેતૃત્વમાં વિકાસના એકપછી એક કામોની શ્રુંખલામાં વધુ એક ઉમેરો થશે આગામી મંગળવારે કાલાવડ પંથકમાં વિકાસના નવા દ્વાર ખુલશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવા માર્કેટિંગનું ભુમીપુજન અને જીઆઈડીસીનું લોકાર્પણ થનાર છે આ સાથે પીજીવીસીએલના સબ ડિવિઝનની ઓફિસનું પણ લોકાર્પણ થશે

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલાવડના નવા માર્કેટિંગ યારસદનું ભુમીપુજન અને જીઆઈડીસીનું લોકાર્પણ કરતા કાલાવડના વિકાસના નવા દ્વાર ખુલશે તા;26ને મંગળવારે કાલાવડમાં જામનગર રોડ પર આકાર પામનાર અદ્યતન માર્કેટિંગ યાર્ડના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભુમીપુજન પ્રસંગે નવનિર્મિત જીઆઈડીસીનું લોકાર્પણ સમારોહ યોજાનાર છે

  આ ઉપરાંત પીજીવીસીએલના સબ ડિવિઝનની ઓફિસનું પણ લોકાર્પણ થતા અનેક લોક ઉપયોગી કામોની શ્રુંખલામાં વધુ એક ઉમેરાયું છે

  કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કૃષિમંત્રી આર,સી,ફળદુ,કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા,બિન અનામત વર્ગ આર્થિક આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા,સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ માટે યાર્ડના સુકાનીઓમાં હરખની હેલી સાથે તડામાર તૈયારી હાથ ધરાઈ છે

  માર્કેટિંગ યાર્ડના સુકાનીઓ યુવરાજસિંહ જાડેજા,લેઉવા પટેલ સમાજના આગેવાન અને યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ તારપરા,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ડાયરેક્ટર મનોજભાઈ જાની ,વાઇસ ચેરમેન કાંતિભાઈ ગઢીયા,રુદ્ધ્વતસિંહ જાડેજા,રમેશભાઈ તાળા ,નરેશભાઈ સિંગલ,વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે

  આ ઉપરાંત કાલાવડ ભાજપના આગેવાનો પ્રદેશ કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,શહેર પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણ્વ,અભિષેકભાઈ પટવા ,નગરપાલિકા પ્રમુખ મુક્તાબેન ફળદુ,નગરપાલિકા ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા,પૂર્વ ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા,પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા,અને વલ્લભભાઈ વાગડીયા,તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ ડાંગરીયા,રાજુભાઈ મારવિયા ,સતુભા જાડેજા,પી,ડી,જાડેજા,ઇન્દુભા જાડેજા,જયેશભાઇ વાઘાણી ,અને સમગ્ર ભાજપ ટિમ કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે

  કાલાવડને માર્કેટિંગ યાર્ડની સાથે જીઆઇડીસીની ભેટ મળતા કાલાવડ પંથકમાં ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ છે

(8:30 pm IST)