Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સસ્તી ટુરના નામે છેતરપીંડી કરનાર અમદાવાનો શખ્સ સુરેન્દ્રનગરમાં ઝડપાયો

વઢવાણ તા. રર : જોરાવરનગરના શ્રધ્ધા એપાર્ટમેન્ટ માતુશ્રી કોમ્પ્લેક્ષ સામે રહેતા સંજયભાઇ જયંતીલાલ શાહ અને તેમના સાથી મિત્રએ સુરેન્દ્રનગરમા જ રહેતો અજય અંપ્રલસની ઓફીસરમાં ટુર માટે રૂપિયા ભર્યા હતા જેમાં અમદાવાદના પાર્થ શાહ અને અમીબેન સહિતના શખ્સોએ સંજયભાઇ શાહ તેમજ તેમના સાથી લોકોને ગોવા તથા કુલુમનાલીની સસ્તી ટુર પેકેજ કરાવેલ લેબહાના સાથે સંજયભાઇ સહિતના લોક પાસેથી રૂ.૩.૩૬.૦૦૦ ની રકમ પાર્થ શાહ અને અમીબેન શાહે મેળવી લીધી હતી પરંતુ આ કરતુ કોઇ જગ્યાએ બુકિંગ નહી કરી સંજયભાઇ તેમજ તેમના સાથી લોકો પાસેથી રૂ. ર.૩૬ લાખની રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનો ભાંડો ફુટયો હતો જેના કારણે અમદાવાદના પાર્થ કલ્પેશભાઇ શાહ અને અમીનબેન કલ્પેશભાઇ શાહ, કૌશલ મિસ્ત્રી સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણી અને ડી.વાય.એસ.પી.ના આદશથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરાઇ હતી. વી.બી.કલોતરા સહિતની ટીમે ભડેર પીપાળ રાણપુર અમદાવાદના કૌશલ દિપકકુમાર મિસ્ત્રીને ઝડપી લીધા હતા બીજી તરફ છેલ્લા નવ માસથી નાસતો ફરતો આ શખ્સ ઝડપાતા ગુનામાં સંડોવાયલ અન્ય શખ્સેમાં ફફડાટ ફેલાયો હતો.

(4:08 pm IST)