Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મોરબીમાં ૨૩ શંકાસ્પદ મોબાઇલ સાથે ૪ પકડાયા

મોરબી તા.૨૨: મોરબી એલ.સી.બી ટીમે બાતમીના આધારે ચાર શખ્સોને ૨૩ શંકાસ્પદ મોબાઇલ સાથે જડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી મુજબ આજરોજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.ટી.વ્યાસ માર્ગદર્શન હેઠળ મોરબીને મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા ડીટેકટ કરવા અંગે જરૂરી સૂચના આપતા એલ.સી.બી/પેરોલ ફર્લોસ્કવોર્ડના સ્ટાફને શનાળારોડ ભકિતનગર સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સહદેવસિંહ નીરૂભા જાડેજા, યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચાર ઇસમો ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે શનાળા રોડ ભકિતનગર સર્કલ પાસે મોબાઇલ ફોન વેચવાની પેરવી કરતા હોય જેઓને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઇલ ફોન નંગ-૨૩ જેની કીમત રૂપિયા ૩૫,૫૦૦ સાથે બિલ્લા રમેશભાઇ વિકાણી, રવિભાઇ જીકુભાઇ દેલવાણીયા, કમલેશ બાપુ કુંઢીયા, લાલજી ટીડાભાઇ વીકાણી (રહે.ચારેય લાયન્સનગર, ગોકુલનગર પાસે, શનાળારોડ મોરબી)ને જડપી લીધા હતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોનના બીલ કે આધાર તેઓ પાસે ન હોય જેથી ચોરીથી છળકપટથી મેળવેલ શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ચારેય આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી સીટી એ ડીવીઝનને સોપવામાં આવ્યા છે.

(1:03 pm IST)