Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જૂનાગઢમાં કારખાનેદારની બનાવટી સહી કરી બેંક ખાતામાંથી રૂ. ૧ કરોડ ગપચાવી લીધા

કારખાનાનાં કર્મચારી સામે ઠગાઈ-વિશ્વાસઘાતની ફરીયાદ

જૂનાગઢ, તા. ૨૨ :. જૂનાગઢમાં કારખાનેદારની બનાવટી સહી કરી કર્મચારીએ બેન્ક ખાતામાં રૂ. ૧ કરોડથી વધુ રકમ ગપચાવી લઈ ઠગાઈ-વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના જોશીપુરામાં રહેતા પટેલ અશોકભાઈ ગોપાલભાઈ સેજલીયા મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારીવાળી પેઢી ધરાવે છે.

જેમાં તેઓએ જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલ શુકન રેસીડેન્સીમાં વિમલ નંદલાલ પોલરા પટેલને નોકરીએ રાખેલ.

કારખાનાનું બેંકનુ કામકાજ સંભાળતા વિમલ પોલરાએ તા. ૧૫-૧-૧૬થી લઈ ૧૬-૨-૧૮ દરમ્યાન કારખાનાની આઝાદ ચોક સ્થિત બેંક ઓફ બરોડાની ચેકબુક મેળવી લઈ અને અલગ અલગ તારીખના ચેકમાં જુદી જુદી રકમ ભરી અને અશોક સેજલીયાની ખોટી સહી કરી રૂ. ૧ કરોડ ૭ લાખની રકમ બેંક ખાતામાંથી ઉપાડી લીધી હતી.

આ પ્રમાણે વિમલ પોલરાએ વિશ્વાસઘાત-ઠગાઈ અને છેતરપીંડી કરી હોવાની ફરીયાદ ગઈકાલે સાંજે અશોક સેજલીયાએ નોંધાવતા એ-ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એલસીબી પી.આઈ. જે.બી. કરમુર ચલાવી રહ્યા છે.

(1:00 pm IST)