Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રાજય સરકારનું બજેટ શૈક્ષણિક ઉધ્ધાર - યુવાનોના ભવિષ્ય, ધરતીપુત્રો માટે લાભદાયીઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.રરઃ ગુજરાત સરકારના વર્ષ ર૦૧૮-૧૯ ના કૃષિલક્ષી તથા વિકાસલક્ષી બજેટમાં જામનગર તથા દેવભુમિ દ્વારકા માટે નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી મહત્વની તમામ ફાણવણીઓને લઇને ગુજરાતની રૂપાણી સરકારને જેટલા અભિવાદન આપીએટલા ઓછા છે જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ જણાવ્યું છે કે ખાસ કરીને ચારધામ પૈકીના એક એવા દ્વારકા તરફ જવાના કુરંગા-ખંભાળીયા-જામનગરના માર્ગ ને પ્રગતિપથની યોજનામાં સમાવિષ્ઠ કરવાનો નિર્ણય ખુબ જ ઉમદા છ., યાત્રાધામોને ચાર માર્ગીય બનાવવાનો રાજય સરકાનો હેતુ પણ સિધ્ધ થાય છ.ે અને આ માર્ગ બની જવાથી જામનગરથી લઇને છેક દેવભુમિ દ્વારકા સુધી ચારમાર્ગીય રસ્તો મળી જશે, અત્રે નોંધનીય છે કે સોમનાથ તરફના માર્ર્ગોને પહેલેથી જ ચાર માર્ગીય કરી દેવાયા છે આ ઉપરાંત તમામ ફાળવણીઓ મહત્વની છે જે શૈક્ષણીક ઉધ્ધાર માટે અને યુવાનોના સારા ભવિષ્ય માટે તેમજ ધરતીપુત્રો માટે અત્યંત મહત્વની અને લાભદાયી છે.

માન.નાણામંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા અપાયેલા વિકાસશીલ બજેટમાં જામનગર શહેરના મહાનગરપાલિકામાં સમાવાયેલા વિસ્તારોની પાણીની પાઇપ લાઇન માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે બાબત છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવા માટે મહત્વની બનશે.

અંધ્ધાશ્રમ ઓરવબ્રિજ અને સત્યમ કોલોની અન્ડરબ્રિજ બાદ દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જવાના માર્ગ પર બનનારા ફલાય ઓવર માટે પણ રૂ.૧પ કરોડની જોગવાઇ કરાઇ છે. એ બાબત પણ જામનગરના વિકાસ માટે મહત્વની બનશે.

જામનગર તથા ભુજ માટે બે કુમાર અને બે કન્યા એમ ૪ નવા સમરસ અનુસુચિત જાતી છાત્રાલયો માટે વહીવટી ખર્ચ, મહેકમ, વિદ્યાર્થીઓને ભોજન અને અન્ય ખર્ચ પેટે રૂ.૭ કરોડની કરવામાં આવેલી જોગવાઇઓ મહત્વની છે જેનાથી નવી પેઢીના શૈક્ષણીક ભવિષ્ય માટે પ્રાણ પુરાવા સમાન બનશે, અને યુવાનો માટે લાભદાયી નિવડશે.

તમામ ધર્મસ્થાનોને સાથે જોડવાની અને યાત્રાળુઓને વધુ સુવિધા આપવાની નિતી રાજય સરકારની પહેલેથી જ રહેલી છે, મહત્વના એવા સોમનાથ યાત્રાધામ માટે ચાર માર્ગીય રસ્તાઓ બની ગયા છે એવી જ રીતે ચારધામ પૈકીના એક એવા દ્વારકાને પણ વધુને વધુ ચારમાર્ગીય રસ્તા આપવાનો હેતુ પણ બજેટમાં સિધ્ધ થયો છે.

પ્રગતિપથના રાજય વ્યાપી કોરીડોરને ચારમાર્ગીય કરવા માટે પ્રથમ તબકાના કામો માટેરૂ. ૧૮૩ કરોડની જોગવાઇ કરાવામાં આવી છે અને પ્રથમ તબકકા માટે પ્રસંગે કરાયેલા પાંચ માર્ગોમાં કુરંગા-ખંભાળીયા-જામનગરથી લઇને દ્વારકા સુધી ચારમાર્ગીય થઇ ગયો છે હવે કુરંગાવાળો રસ્તો પણ પ્રગતીપંથની યોજનામં સમાવામાં આવ્યો હોવાથી પરીવહન માટે અને ખાસ કરીને યાત્રાળુ માટે અત્યંત લાભાદાયકથી નિવડશે.

આમ ગુજરાતના નાણામંત્રીએ આપેલ વિકાસના સપના સાકાર કરતા બજેટમા ખેડુતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષણ, માર્ગ સહીતની અત્યંત મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એટલા માટે જ બજેટ ધારદાર છે.(૬.ર)

(9:45 am IST)