Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કચ્છના સફેદરણમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના યજમાન પદે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં તમામ મહાબંદરોના અધ્યક્ષ સાથે ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ : સહુએ કાળા ડુંગરનો પ્રવાસ કરીને રમણીય દ્રશ્યોને નિહાળ્યા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કચ્છી લોક કલાકાર દ્વારા લોકગીતો પ્રસ્તુત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :  દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના યજમાન પદે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં તમામ મહાબંદરોના અધ્યક્ષ સાથે ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ કરાયો હતો. સાંજે સહુએ કાળા ડુંગરનો પ્રવાસ કરીને રમણીય દ્રશ્યોને નિહાળ્યા હતા.આ પ્રસંગે આ પ્રસંગે કાળા ડુંગરની મુલાકાત વેળાએ કેન્દ્રીય શિપિંગ સચિવ રાજીવ રંજન અને મહારાષ્ટ્ર સરકારના લોકાયુક્ત શ્રી  સંજય ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિર દરમ્યાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કચ્છી લોક કલાકાર દ્વારા લોકગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર વિશેષ  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અગ્રણી સર્વશ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી તારચંદભાઈ છેડા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ   ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા , જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાંગા,  કૌશલ્યાબેન માધાપરિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

(9:57 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST