Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મોરબી : કારખાનામાં બેલ્ટમાં આવી જતા બાળકનું મોત

 મોરબી,તા.૨૨ :  તાલકાના રંગપર ગામની સીમમાં સમ્રાટ કારખાનામાં મશીનને બેલ્ટમાં આવી જતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

માહિતી મુજબ  રંગપર ગામની સીમમાં આવેલ સમ્રાટ કારખાનામાં અર્જુન સંજયભાઈ દાયમા (ઉ.૫) મશીનના બેલ્ટમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

ટીંબડીના પાટિયા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં વૃધ્ધનું મોત 

હળવદના રણછોડગઢમાં રેહતા સવસીભાઈ રાયસીગભાઈ સારલા ઉ.વ.૬૦ વાળે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે તેનો મામાનો દીકરો ગંગારામભાઈ વિરજીભાઈ આકરીયા ઉ.વ.૫૨ વાળા પોતાનું બાઈક જી.જે.૧૩ એન. ૮૫૨૭ નબરનું લઈને ટીબડી પાટીયા પાસેથી પસાર થતા હોય ત્યારે અજણ્યા ટ્રક ચાલકે તેમને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા તનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો તાલુકા પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના ખીજડીયા ગામે કુવામાં પડી જતા તરૂણીનું મોત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા છગનભાઈ ઉર્ફે સાગાભાઈ ભુરીયાની ૧૧ વર્ષની દીકરી શરલાબેન કોઈ અમ્ગ્ય કારણોસર વાડીના કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

ટંકારાના જોધપર ઝાલા ગામે મહિલાનો આપધાત

   ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા રંજનબેન મોહનભાઈ પારધી માનસિક બીમારીના કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.તો મરણજનાર રંજનબેનના લગ્નને ૧૪ વર્ષનો સમય થયો હોવાની માહિતી પોલીસમાંથી મળી છે.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:55 am IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST