Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જો બાઇડનને દુનિયાના બધા દેશોનો સહકાર તેના વિચારો પ્રમાણે મળી શકે તે જરૂરીઃ જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહજી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રરઃ જામનગરના જામસાહેબશ્રી શત્રુશલ્યજી મહારાજે જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનું ભાષણ મે સાંભળ્યું. ઉત્તમ હતુ અને તેનાં વિચારો ઘણાં સારા દર્શાવ્યાં. મને એકજ વાતનું દુઃખદ થયું કે જો બાઇડન અનેક શકિતશાળી દેશો જેવા કે ચીન, રૂસ, બ્રાઝીલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આફ્રિકન અને સાઉથ અમેરીકન દેશો વગેરેના પ્રધાન નથી જેથી કરીને દુનિયાના બધાં દેશોનો સહકાર તેના વિચારો પ્રમાણે મળી શકે તેની ખાત્રી રહે છે.

અંતે જો બાઇડનને મારા હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું તેમ શ્રી શત્રુશલ્યજી મહારાજે જણાવ્યું છે.

(11:53 am IST)