Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિ'માં અકસ્માતમાં ચારના મોત

વાઘેલા નવાગામ વખતપર ચોટીલામાં અકસ્માતથી અરેરાટી

વઢવાણ તા. ૨૨ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા અને હાઈવે ગોઝારા બની જવા પામ્યા છે ત્યારે રોડ રસ્તા ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે. વધુ ચાર અકસ્માતોનો બનાવ સામે આવ્યો છે અને વાઘેલા નવાગામ વખતપર ચોટીલામાં અકસ્માતથી ચારના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.

ગણપતભાઇ રામજીભાઇ ગોસ્વામી જાતે બાવાજી ઉં.વ.૪૩ ધંધો ડ્રાઈવીંગ રહે-વાઘેલા શંકરના મંદીર પાસે તા.વઢવાણ એ ફરીયાદ નોંધાવેલ છે કે, વાઘેલા ગામ થી અડધો કિલોમીટર દુર બીડના પાઈપ બનાવવાની ફેકટરીથી આગળ સફેદ કલરની ફોર વ્હિલ આઈ-૨૦ કાર રજી.નં.જીજે-૧૩-એ.એમ.-૩૦૨૮ વાળા ના ચાલકે ફરીયાદીના દીકરા ના મોટરસાયકલ નં.જી.જે.-૧૩-એ.એલ.-૨૦૨૩ સાથે સામેથી ભટકાડી અમીતને તથા મોટરસાયકલને રોડ ઉપર નીચે પાડી દઈ મોત નીપજાવી નાશી જઈ ગુનો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ. એસ.પી.વાઘેલા વઢવાણ પો.સ્ટે. નાઓ કરે છે.

ગભરૂભાઈ બેચરભાઈ હામાભાઈ ખટાણા રબારી ઉં.વ.૨૬ ધંધો ખેતી રહે.નવાગામ તા.ચોટીલાએ ફરીયાદ નોંધાવેલ છે કે,શાપર ગામ પોલીસ ચોકી ની સામે એસ.ટી. બસ રજી. નં.જી.જે.૧૮.-ઝેડ.-૫૧૩૦ ના ચાલક ફરીયાદીના પિતા બેચરભાઈ હામાભાઈ ખટાણા ઉં.વ.૫૫ અડફેટે લઇ અકસ્માત કરતા માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. શ્રી આર.જે.ગોહિલ સાયલા કરે છે.

રામકૃષ્ણદાસ જીવરામદાસ દુધરેજીયા માર્ગી બાવાજી ઉં.વ.૬૫ ધંધો સેવા પુજા રહે.સોમાસર તા.મુળીએ ફરીયાદ નોંધાવેલ છે કે,વખતપર ગામના બોર્ડ નજીક તા.સાયલા આરોપી કોઈ અજાણ્યો વાહન ચાલકે ફરીયાદીના દિકરા લાલદાસ ઉં.વ.૩૫ વાળા તેના મિત્ર દિપસીંગભાઇ ભીખુભાઇ રાજપુત રહે.ગુંદીયાળા વાળાને તેઓના મિત્રનુ મોટરસાયકલ નં-GJ-13-LL-5111લઇને તેમના ગામ ગુંદીયાળા મુકવા જતા હતા દરમ્યાન વખતપર બોર્ડ સામે મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા બંને રોડ ઉપર પડતા સાહેદ દીપસંગભાઇને શરીરે સામાન્ય ઇજા થયેલી અને ફરીયાદીના દિકરા લાલદાસ રોડ ઉપર પડતા ગંભીર ઇજા થતા પાછળથી અજાણ્યા વાહન વાળાએ લાલદાસ રામકૃષ્ણદાસ દુધરેજીયા વાળા ઉપર ચડાવી દેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાશી જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ એ.એસ.આઇ.  એ.બી.ગોસાઇ સાયલા કરે છે.

લતાબેન કાંતીભાઇ કાનજીભાઇ પીઠવા લુહાર ઉં.વ.૫૪ ધંધો ઘરકામ રહે.ચોટીલા વોરાવાડ શેરી, જુની મસ્જીદ ચોક, જુના બસસ્ટેન્ડ રોડએ ફરીયાદ નોંધાવેલ છે કે, આસોપલવ સોસાયટી ચોટીલા આરોપી મોટરસાયકલ નં.GJ-13-AE-0486 ના ચાલક અમનભાઇ સુલતાનભાઇ જાડેજા રહે.ચોટીલા જુના બસ સ્ટેન્ડ સામે તા.ચોટીલા વાળાએ તેના કબ્જા હવાલા વાળુ મોટરસાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પતિના મોટરસાયકલ નં.GJ-13-QQ-1645 ની સાથે ભટકાડી અકસ્માત કરતા ફરીયાદીને જમણા પગે એડી પાસે તથા ઘુંટણ ઉપર તથા છાતીના ભાગે ઇજા કરી તથા ફરીયાદીના પતિ કાંતીભાઇ કાનજીભાઇ પીઠવા ઉં.વ.૫૮ રહે.ચોટીલા વાળાને માથામા તથા પેટમા તથા ડાબા પગે ગંભીર ઇજા પહોચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી તથા બંને મોટરસાયકલને પણ નુકશાન કરી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એ.આઇ.દરવડીયા ચોટીલા પો.સ્ટે. નાઓ કરે છે.

(11:52 am IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST